WATCH: અંકલેશ્વર નજીક ગોઝારો અકસ્માત; પરિવારના 3 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ
અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઇવે પર બારકોલ બ્રિજ પાસે અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યાં હોવાના અહેવાલો મળી રહ્યા છે. અકસ્માતની ઘટનામાં એક કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાવાથી અકસ્માત સર્જાયો હોવાની વિગતો મળી રહી છે. અજમેરથી મુંબઈ પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો.
અજમેરથી મુંબઇ પરત ફરતો હતો પરિવાર પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર નજીકના બાકરોલ બ્રિજ પાસે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં પુરપાટ ઝડપે જઈ રહેલી કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અજમેરથી મુંબઇ પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં પરિવારના 7 પૈકીના 3 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં હોવાના અહેવાલો મળી રહ્યા છે.
Also read: અમદાવાદમાં અકસ્માતના બે બનાવમાં દંપતી સહિત ત્રણ લોકોના મૃત્યુ
અકસ્માતની ઘટનામાં 4 ઇજાગ્રસ્તોને બહાર કાઢીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખેસેડવામાં આવ્યા છે. અન્ય 4 લોકોની હાલત પણ ગંભીર હોવાની વિગતો મળી રહી છે. અકસ્માતની ઘટનાને કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બચાવની કામગીરી શરૂ કરી હતી. હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.