અંકલેશ્વર GIDCમાં સર્જાય દુર્ઘટના, રાસાયણિક પ્રક્રિયા સમયેના બ્લાસ્ટમાં 4નાં મોત
અંકલેશ્વર: ભરૂચની અંકલેશ્વર GIDCમાં દુર્ઘટના સર્જાય છે. અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ થયો છે. જેમાં 4 કામદારોના ઘટના સ્થળે મૃત્યુ થયાના અહેવાલો છે, તો કેટલાક કામદારો ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તારણ અનુસાર એમ.ઈ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઈપ ફાટતાં બ્લાસ્ટ થયો હતો.
એમ.ઈ પ્લાન્ટમાં પાઈપ ફાટતાં ધમાકો
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચની અંકલેશ્વર GIDCમાં ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં એમ.ઈ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઈપ ફાટતાં પ્રચંડ ધમાકો થયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય કામદારો ઘાયલ થયાના અહેવાલો છે.
ફાયર વિભાગ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગ, પોલીસ સ્ટાફ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બ્લાસ્ટની માહિતી મળતાં જ કંપની બહાર લોકોનાં ટોળાં પણ એકઠાં થઈ ગયાં છે. આ મામલે ફેક્ટરી ઈન્સપેક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.