Anant Ambani’s Birthday: જામનગરના ઉજવણી દરમિયાન સલમાન ખાને અનંત અંબાણી માટે ગીત ગાયું, જુઓ વિડીયો
જામનગરમાં અનંત અંબાણી(Anant Ambani)ના પ્રી વેડિંગ મેગા ફંકશન બાદ ફરી એકવાર અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ છે. અનંત અંબાણી આજે 10મી એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વર્ષે અનંતના જન્મદિવસની ઉજવણી જામનગર(Jamnagar)માં રાખવામાં આવી છે, આ ઉજવણીમાં સામેલ થવા ઘણા સેલિબ્રિટીઝ જામનગર પહોંચ્યા છે.
અનંત અંબાણીના જન્મદિવસ ઉજવીણીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા ખૂબ ટ્રેન્ડ થઇ રહ્યો છે. એક વીડિયોમાં સલમાન ખાન તેના પ્રી-બર્થ ડે સેલિબ્રેશનમાં અનંત અંબાણી માટે ગીત ગાતો જોવા મળી રહ્યો છે.
વાયરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે સલમાન ખાન બી-પ્રાક સાથે ગીત ગાતો જોવા મળી રહ્યો છે. સલમાન ખાન બી-પ્રાક સાથે રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’નું ગીત ‘સારી દુનિયા જલા દેંગે’ ગાતો પણ જોવા મળ્યો હતો. સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સલમાન ખાન ઉપરાંત અભિનેત્રી જાન્હવી કપૂર પણ અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થશે. અગાઉ, અનંત અંબાણી અને તેમની ફિયોન્સી રાધિકા મર્ચન્ટે જામનગરમાં જ ત્રણ દિવસ પ્રી-વેડિંગ સેલિબ્રેશન કર્યું હતું. આ ઉજવણી દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી.