Viral Video: પ્રેમથી પત્નીને આ નામે બોલાવે છે Anant Ambani…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્ન 12મી જુલાઈના બીકેસીના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સંપન્ન થયો. આ કપલ લગ્ન બાદ મંગળવારે પોતાના માદરે વતન જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું. ન્યુલી વેડ કપલ ખૂબ જ ક્યુટ લાગી રહ્યું છે, પણ શું તમને ખબર છે દુલ્હેરાજા અનંત અંબાણી (Anant Ambani) પોતાની ક્યુટ વાઈફ રાધિકાને કયા નામથી બોલાવે છે? સોશિયલ મીડિયા પર આનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ચાલો તમને જણાવીએ કે આખરે અનંત-રાધિકાને શું કહીને બોલાવે છે-
સોશિયલ મીડિયા પર વાઈરકલ થઈ રહેલો આ વીડિયો 14મી જુલાઈના યોજાયેલા શુભ આશિર્વાદ સેરેમનીનો છે. આ વીડિયો અનંત લગ્નમાં આવેલા મહેમાન સાથે ફોટો પડાવવા માટે ખૂબ જ વહાલથી બોલાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં અનંત એકદમ પ્રેમથી રાધિકા, રાધિકા… કહીને બોલાવી રહ્યો છે અને રાધિકા પણ તરત જ ફોટો પડાવવા પહોંચી જાય છે.
અનંત અને રાધિકાનો આ ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ અનંતના પત્નીને બોલાવવાના અંદાજ પર એકદમ ફ્લેટ થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વેડિંગ ફંક્શનમાં દેશ-વિદેશથી મહેમાનો હાજરી આપવા પહોંચ્યા હતા.
આ સિવાય અનંત અને રાધિકાનો એક બીજો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે મુંબઈના પ્રખ્યાત મૈસુર કેફેના ઓનર શાનતેરી નાયકને આવકારી રહ્યો છે અને રાધિકાને બોલાવીને અનંત તેમની ઓળખાણ કરાવી રહ્યો છે. રાધિકા પણ શાનતેરી દેવીને આવકારીને કહે છે કે અમે લોકો દર રવિવારે તમે બનાવેલું ફૂડ ખાઈએ છીએ. તમે અમને આશિર્વાદ આપવા આવ્યા એનો અમને ખૂબ જ આનંદ થયો છે.