આપણું ગુજરાત

આણંદ જીલ્લાના વાસદ-બોરસદ હાઈવે પર ગંભીર અકસ્માત, બે લોકોના મોત

આણંદ : આણંદ જીલ્લાના અંબાવ નજીક વાસદ-બોરસદ હાઈવે પર ટ્રક અને પિક- અપ વાન વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. તેમજ આ અકસ્માત બાદ સ્થળ પર બ્લાસ્ટ સાથે બંને ગાડીમાં આગ લાગી હતી.

આ અકસ્માતની જાણ થતા જ પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગ પર કાબુ મેળવ્યો હતો. આ અકસ્માતને લીધે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો.

આપણ વાચો: પંજાબના હોશિયારપુરમાં ભયંકર અકસ્માત, એલપીજી ટેન્કરમાં આગ લાગતા બેના મોત, 20 ઘાયલ

પિકઅપ વાનના પાછળના ભાગ સાથે ટ્રક અથડાતાં આ અકસ્માત

આ અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ ટ્રાફિક પણ ક્લીયર કર્યો હતો. જયારે અકસ્માતમાં માર્યા ગયેલા બે લોકોના શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ વાસદ-બોરસદ હાઇવે પર પાર્ક કરેલી પિકઅપ વાનના પાછળના ભાગ સાથે ટ્રક અથડાતાં આ અકસ્માત થયો હતો.

અકસ્માતમાં બે લોકોના મોત થયા

જેના લીધે પિકઅપ વાનમાં જ્વલનશીલ પ્રવાહીથી ભરેલા બેરલમાં આગ લાગી ગઈ. જેના કારણે બંને વાહનો આગની લપેટમાં આવી ગયા.આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આ અકસ્માત ત્યારે થયો જ્યારે પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ટ્રક રસ્તાની વચ્ચેની લેનમાં પાર્ક કરેલી પિકઅપ વાનને ટક્કર મારી હતી.

પિકઅપ વાનમાં બેરલમાં ડીઝલ જેવું જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું, જેના કારણે આગ લાગી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.

બંને મૃતકોની ઓળખની પ્રકિયા હાથ ધરવામાં આવી

આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જેમાં એક પુરુષ અને મહિલાનો સમાવેશ થાય છે. જેમાં મહિલાના શરીર પર દાઝવાના કોઈ નિશાન નથી. જયારે પુરુષના શરીર પર દાઝવાના નિશાન જોવા મળ્યા છે. હાલ આ બંને મૃતકોની ઓળખની પ્રકિયા હાથ ધરવામાં આવી રહી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button