આપણું ગુજરાત

Anand શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું, આરોગ્ય તંત્ર એલર્ટ

આણંદ : ગુજરાતના આણંદ(Anand)શહેરમાંથી પાંચ વર્ષ બાદ કોલેરાના બે કેસ પોઝીટિવ મળી આવ્યા છે. જેના પગલે મળતી માહિતી મુજબ આણંદ શહેર અને તેના આસપાસના 10 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આણંદ શહેરના બાલુપુરા અને તાસ્કંદ કુમારશાળાની નજીકના વિસ્તારમાંથી કોલેરા પોઝીટિવના બે કેસ મળી આવ્યા છે. જેથી જાહેર આરોગ્યની દૃષ્ટિએ સાવચેતીના પગલારુપે જિલ્લા આરોગ્ય અધિકારીએ કરેલ દરખાસ્તને ધ્યાને લઇને જિલ્લા મેજીસ્ટ્રેટ આણંદ શહેર અને આસપાસના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે.

શહેરમાં ડાયેરીયાના 30થી વધુ કેસો નોંધાયા

મળતી વિગતોમાં બાલુપરા અને તાસ્કંદ કુમારશાળા વિસ્તારમાંથી એક સાત વર્ષીય બાળકી અને 65 વર્ષીય મહિલાને ત્રણ દિવસ અગાઉ સારવાર અર્થ દાખલ કરવામાં આવ્યા હતા અને સેમ્પલ લેવામાં આવ્યા હતા. આજે તેઓનો કોલેરા પોઝિટીવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગે સત્વરે સાવચેતીની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા બે દિવસમાં શહેરમાં ડાયેરીયાના 30થી વધુ કેસો નોંધાયા હોવાનું જાણવા મળે છે.

શુદ્વ પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા અપીલ

જેમાં મોટાભાગના દર્દીઓને ફુડ અને પાણીના કારણે સમસ્યા થઇ હોવાનું આરોગ્ય વિભાગનું માનવું છે. જેથી ખુલ્લેઆમ વેચાતા ખાણીપીણીનો ઉપયોગ ન કરવા સહિત શુદ્વ પાણી પીવા, સ્વચ્છતા જાળવવા અને શારીરિક તકલીફ જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક સાધવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

કોલેરા થવાનું કારણ

કોલેરા એ આંતરડાનો ચેપ છે જે મળથી દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. કોલેરા બેક્ટેરિયમ (વિબ્રિઓ કોલેરા) વ્યક્તિના આંતરડા પર હુમલો કરે છે અને તેના કારણે ઝાડા, ઉલટી થાય છે તેમજ ત્યારબાદ શરીરમાંથી પ્રવાહી ઘટી જાય છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button