આપણું ગુજરાત

આણંદમાં અનરાધારઃ બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વરસાદ અવિરતપણે ચાલુ જ છે, પરંતુ હવે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જામ્યો છે. આણંદ, નડિયાદ, ભરૂચ સહિતના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. આણંદના બોરસદ અને ભરૂચમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.

સવારે 8થી 10 વચ્ચે વરસેલા વરસાદના સરકાર દ્વારા મળેલા આંકડા અનુસાર નર્મદાના તિળકવાડામાં 3 ઈંચ, નોંદોદમાં 3 ઈંતચ, ભરૂચના હંસોટમાં 3 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં બે ઈંચ, છોટા ઉદેપુરની નસવાડીમાં બે ઈંચ, સુરતના મહુઆમાં દોઠ ઈંચ વડોદરામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ બે દિવસથી વાદળીયુ વાતાવરણ રહે છે ને ઝાંપટા આવી જાય છે. જોકે મન મૂકીને વરસ્યો હોય તેવો વરસાદ જોવા અમદાવાદીઓ તરસી રહ્યા છે.

બીજી બાજુ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે. મોટાભાગના રસ્તોઓ અને હાઈ વે પર પણ પાણી હોવાથી વાહનવ્યવહારને અસર થઈ છે. નદીનાળા છલકાયા હોવાથી ઘણા ગામ સંપર્ક વિહોણા છે. સખત વરસાદ અને વરસાદી પાણી ભરાઈ જવાને લીધે લોકોને રોગાચાળાની દહેશત સતાવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button