Kutch માં ભૂકંપનો 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
ભુજ : ગુજરાતના કચ્છમાં નવા વર્ષે ભૂકંપના( Earthquake) આંચકો અનુભવાયો છે. જેમાં ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ભૂકંપનો આંચકો નોંધાયો છે. લખપત બોર્ડર પાસે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભારત-પાકિસ્તાન સરહદે કેન્દ્રબિંદુ ધરાવતો ભૂકંપના આંચકો અનુભવાતા લોકો ઉંઘમાંથી ઉઠયા હતા. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓ સતત આવી રહ્યા છે.
Also Read – Mehsana માં ફટાડકા ફોડવા બાબતે ફાયરિંગ, વૃદ્ધાનું મોત
સવારે 3.58 મિનિટે નોર્થ ઇસ્ટમાં 56 કિમી દૂર આંચકો
ભૂકંપ ઝોન પાંચમાં આવતા સરહદી કચ્છ પંથકમાં સમયાંતરે ભૂકંપના મધ્યમ કક્ષાના આંચકા આવતા રહે છે. ત્યારે કચ્છ નજીક છેલ્લા કેટલાક સમયથી ધરતીકંપના આંચકાઓ પાકિસ્તાન દેશની સરહદ પર નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન આજે રવિવારે વહેલી સવારે 3.58 મિનિટે નોર્થ ઇસ્ટમાં 56 કિમી દૂર આંચકો નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત તા 17મી સપ્ટેમ્બરના ખાવડાથી 47 કિલોમીટર દૂર ચારની તીવ્રતાનો આંચકો ભારત પાકિસ્તાન સરહદ પર નોંધાયો હતો. વર્ષ 2001ના મહાભૂકંપ બાદ કચ્છમાં જાહેર થતા આંચકોથી કોઈ પ્રકારની નુકસાની નોંધાઈ નથી.