આપણું ગુજરાતટોપ ન્યૂઝ
અમૂલે ડેરી દૂધના ભાવમાં ઘટાડો કર્યો; જાણો એક લીટરના નવા ભાવ

આણંદ: મોંઘવારીના માર વચ્ચે સામાન્ય નાગરીકો માટે રાહતના સમાચાર છે. અમૂલ ડેરીએ દૂધના ભાવમાં ઘટાડો (Amul Dairy reduce milk price) કર્યો. દૂધની મુખ્ય ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલે દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે.
અહેવાલ અનુસાર અમૂલ ગોલ્ડ, અમુલ તાજા અને અમુલ ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા સાથે અમૂલ ગોલ્ડના એક લીટરના પાઉચના ભાવ ઘટીને 65 રૂપિયા થયા છે. અમૂલ ટી સ્પેશિયલના એક લીટરનો ભાવ ઘટીને 61 રૂપિયા થયો. જ્યારે, અમૂલ તાજાનો ભાવ ઘટીને 53 થયો છે.