અમરેલીઆપણું ગુજરાત

અમરેલીમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો: મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન…

અમરેલી: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેને લઈને ખેતી પાકોનો સોંથ વળી ગયો છે. અમરેલી જિલ્લામાં પડેલા વરસાદને લઈને ખેતીપાકોને ખૂબ જ નુકસાનના દ્રશ્યો સામે આવ્યાં છે. જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન થતાં દિવાળી પહેલા જ ખેડૂતોને હૈયા હોળી થઈ છે.

આ પણ વાંચો : અમરેલીમાં જેની ઠુંમરે ભાજપના કાર્યકર્તા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો, એસપીએ કર્યો ખુલાસો

અમરેલી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલીના ખાંભામાં પડેલા ભારે વરસાદના કરાણે નાનુડી નદી બે કાંઠે વહેતી થઈ હતી. ખાંભા તાલુકાના પીપળવા, ગીદરડી, ઉમરીયા, લાસા, ભાણીયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. વડીયા તાલુકાના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વડીયા, મોરવાડા, ખડખડ, ખાખરીયા સહિત પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોના ખેતરમાં મગફળીના પાથરાઓ તણાયા છે. સુરવો નદી પરના વડીયા ડેમ ત્રીજી વાર ઓવરફ્લો થતા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે.

અમરેલીના બાબાપુર, સરંભડા, ગાવડકા, થોરડી સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. કુંકાવાવ તાલુકાના જીથુડી ગામે પડેલા વરસાદના ખેડૂતોના મગફળીના પાકનું ધોવાણ થયું છે. આ સિવાય બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડેલા વરસાદે ખેતી પાકોને મોટાપાયે નુક્સાન પહોંચાડ્યું છે.

આ પણ વાંચો : Gujarat માં વહેલી સવારથી અમરેલીના અનેક વિસ્તારોમાં વરસાદ, ખેડૂતોની ચિંતા વધી…

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે જૂનાગઢ શહેર અને ગિરનાર પર પડેલા ધોધમાર વરસાદના કારણે સોનરખ નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પાછતરા વરસાદના કારણે મગફળી, સોયાબીન સહિતના પાકોમાં ભારે વ્યાપક નુકસાન થયું છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker