આપણું ગુજરાત

લોકસભા ચૂંટણી પ્રભારીઓમાં રૂપાણી સહિત ગુજરાતના ત્રણ નેતાઓને મળી જવાબદારી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ૨૩ જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
માટે ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીઓની યાદી જાહેર કરી
હતી. ગુજરાતના પણ ત્રણ દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરુણ સિંહ દ્વારા બહાર પાડવામાં આવી હતી. ભાજપે પ્રભારીઓની જે નવી યાદી બહાર પાડી છે ગુજરાતમાંથી પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ચંડીગઢ અને પંજાબની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલને દમણ અને દીવની જવાબદારી સોંપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button