આપણું ગુજરાત

ઉત્તરાયણ પર કેન્દ્રિય ગૃહમંત્રી આવશે ગુજરાત, પ્રવાસના રાજકીય મહત્વની ચર્ચા

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) ફરી ગુજરાત આવશે. ઉત્તરાયણ પર્વ નિમિતે ગૃહમંત્રી અમિત શાહ 14,15,16 જાન્યુઆરી એમ કુલ 3 દિવસ સુધી વતનમાં જ રહેશે. અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણ પર વતનમાં જ હોય છે. અમિત શાહ ગાંધીનગરમાં તેના મતવિસ્તારમાં 2-3 જગ્યાએ પતંગોત્સવમાં પણ હાજરી આપશે.

પ્રવાસનું રાજકીય મહત્વ જો કે કેન્દ્રીય મંત્રીના આ પ્રવાસનું રાજકીય મહત્વ પણ રહેલું છે. કારણ કે હાલ ભાજપ સંગઠન નવ રચનાનાં સમયે અમિત શાહ ત્રણ દિવસ સુધી ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ સંગઠનની રચનાને લઈને રાજકીય બેઠકો યોજાઇ તેમ માનવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત સી. આર. પાટીલ જ્યારથી મંત્રી બન્યા છે ત્યારથી ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની પસંદગી વિશે ચર્ચાઓ થઈ રહી છે. જો કે હવે અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન આ અંગે ચર્ચા થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

ભાજપ સંગઠનમાં આમુલ ફેરફારો હાલ ગુજરાતમાં ભાજપ સંગઠનમાં આમુલ ફેરફારો કરવામાં આવી રહ્યા છે, રાજ્યમાં ભાજપ સંગઠન રચનાની પ્રક્રિયા હવે ત્રીજા તબકકામાં પહોંચી છે અને 33 જીલ્લા અને 8 મહાનગરોમાં નવા પ્રમુખની નિમણુક બાદ પ્રદેશ સંગઠન માળખુ રચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તાલુકા-વોર્ડ કક્ષાએ પ્રમુખોની નિયુક્તિની પ્રક્રિયા પુરી થઈ છે અને જે બાકી છે તે નવા સંગઠન માળખાની રચના બાદ ત્યાં નિમણૂક કરાશે.

Also read: ચાલો ઉત્તરાયણને ઊંડાણપૂર્વક સમજીએ

પ્રમુખોની વરણી માટે નિયમો ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા બૂથ કમિટીઓ અને મંડલ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. હવે મહાનગર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે. આ મામલે 50 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ માટે ભાજપે કેટલાક ધારાધોરણ નક્કી કર્યા છે. ઈચ્છુક દાવેદાર ફોર્મ ભરે તે બાદ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. તેના બાદ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button