આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

Gujratની આ બેઠકો પર અમીત શાહ અને પાટીલ સૌથી વધુ લીડ સાથે જીત્યા

ગાંધીનગર : દેશની હોટ સીટ રહેલી અમુક બેઠકોમાં ગુજરાતની ગાંધીનગર અને નવસારી બેઠકનો સમાવેશ થાય છે કારણ કે આ બંને બેઠકો પર ભાજપના મોટા નેતાઓ ચૂંટણી લડી રહ્યા હતા. ગાંધીનગર બેઠક પર વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મેદાનમાં હતા, જ્યારે નવસારી બેઠક પર ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ મેદાનમાં હતા. આ બંને બેઠકો આમ પણ ખાસ ધ્યાન ખેંચનારી એટલા માટે પણ રહી છે કરણ કે અહી બંને બેઠકો પર ભાજપને સૌથી વધુ લીડ મળી છે.

પાટીલને 7.73 લાખની લીડ
નવસારી બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સામે કોંગ્રેસના નૈષધ દેસાઇ મેદાનમાં હતા. જો કે આ જંગમાં સી. આર. પાટીલે 7,73,551 મતોની સરસાઈ સાથે જીત્યા છે. તેમને કુલ 10,31,065 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના નૈષધ દેસાઇને 2,57,514 મતો મળ્યા હતા. જો કે 2019ની ચૂંટણીમાં પાટીલને 972739 મતો મળ્યા હતા અને તે ચૂંટણીમાં તેમણે 6.89 લાખ મતોની લીડ હાંસલ કરી હતી. 2009ના વર્ષે પાટીલે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી ત્યારથી લઈને આજસુધી તેમના મતોની લીડમાં સતત વધારો થતો આવ્યો છે.

અમીત શાહને 7.44 લાખની લીડ :
ગાંધીનગર બેઠક પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહને અને કોંગ્રેસ નેતા સોનલ પટેલ વચ્ચે જંગ જામી હતી. આ બેઠક પર અમીત શાહને કુલ 10,10,972 મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર સોનલ પટેલને 2,66,256 મતો મળ્યા હતા. આ બેઠક પર અમીત શાહની 7, 44, 716 મતોની સરસાઈથી હરાવ્યા હતા. આ બેઠક પર અમીત શાહની ભવ્ય જીત થઈ છે. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી જે બેઠક પરથી ચૂંટણી લડતા હતા. તે ગાંધીનગર બેઠક પર 2019ના વર્ષે અમીત શાહ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં તેમને 8,94,624 મતો મળ્યા હતા. ત્યારે તેમણે 5.57 લાખની લીડ હાંસલ કરી હતી.

આ બંને બેઠકો ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર રહી હતી. કરણ કે બંને બેઠકો પર ભાજપના દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી નોંધાવી હતી. આમ પણ ગાંધીનગર બેઠક લાલકૃષ્ણ અડવાણીની બેઠક હોય ભાજપ માટે અસ્મિતાનું પ્રતિક ગણાય, વળી આ બેઠક પર ખુદ ગૃહપ્રધાન જ મેદાનમાં હોવાથી પણ આ બેઠક મહત્વપૂર્ણ બની હતી. નવસારી બેઠક પર પ્રદેશ પ્રમુખ પાટીલ જ મેદાનમાં હોય આથી પણ મહત્વપૂર્ણ બની ચૂકી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા