કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ મહેસાણામાં નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યુ…

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)હાલ ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન આજે તેમણે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું હતુ.કેન્દ્રીય મંત્રી અમિત શાહના વરદ્હસ્તે શેઠ ગિરધરલાલ ચુનીલાલ હાઇસ્કુલ ટ્રસ્ટ, પીલવાઈ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્મૃતિમાં નવનિર્મિત સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવન અને અનિલચંદ્ર ગોકળદાસ શાહ વિદ્યાભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Also read : ગીરના જંગલમાં પીએમ મોદી શું કરશે? જાણો વિગત
વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો
આ વિદ્યાભવનના લોકાર્પણ બાદ કેન્દ્રીય મંત્રીએ નવનિર્મિત વિદ્યાભવનમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત વિવિધ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ તેમના પરિવારનું ટ્રસ્ટ દ્વારા સાલ અને વિદ્યાભવનનું સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વર્ષ 1927થી સંચાલિત આ શાળા વિશે વિગતો આપતા ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર શિક્ષણ મેળવી સમાજના આદર્શ નાગરિક બને તે આ સંસ્થાની નેમ છે તેમજ વર્ષ 2026મા સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
Also read : PM Modi Gujarat Visit: પીએમ મોદી વનતારા પહોંચ્યા, બપોરે સોમનાથ જશે
ભગવાન ગોવર્ધનનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે શ્રી ગોવર્ધનનાથજી મંદિરે ભગવાન ગોવર્ધનનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે ભગવાન ગોવર્ધનનાથજીની પૂજા અર્ચના કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પારિવારિક પ્રસંગે અમિત શાહના પુત્ર અને આઈ.સી.સી. અધ્યક્ષ જય શાહ સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.