અમિત શાહે એક જ દિવસમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ત્રણ રોડ શૉ યોજ્યા
આજે ઉમેદવારીપત્ર ભરશે
રોડ શૉ: લોકસભાની ચૂંટણી અગાઉ ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે યોજેલા રોડ શૉ દરમિયાન કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ. (એજન્સી)
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે એક દિવસમાં પોતાના મતવિસ્તારમાં ત્રણ સ્થળોએ મેગા રોડ શો યોજીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યાં હતા. આ ઉપરાંત વેજલપુરમાં તેમણે ચૂંટણી સભાને સંબોધી હતી. આજે શુક્રવારે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. અમિત શાહ અંદાજે 14 કિમી.નો રોડ શૉ કરીને પાંચ લાખ લોકોને પ્રત્યક્ષ મુલાકાત કરી હતી.
ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહનો રોડ શૉની કલોલમાં શરૂઆત થઇ છે. કલોલમાં અમિત શાહ પર ફુલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જન મેદની ઉપસ્થિત રહ્યાં હતા. રોડ શો દરમિયાન અમિત શાહે જનમેદનીને સંબોધી હતી અને નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડા પ્રધાન બનાવવા માટે અને 400 પાર કરવા માટે જોડાવા આહવાન કર્યું હતું તેમજ જંગી બહુમતીથી જીતાડવા કહ્યું હતું. અમિત શાહે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જ્યારે બીજો રોડ શૉ અમદાવાદ જિલ્લાના સાણંદમાં યોજાયો હતો. ત્યાં પણ અમિત શાહે ઉપસ્થિત મેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.
અમિત શાહે જણાવ્યું છે કે પ્રચંડ બહુમત સાથે ભાજપ જીત મેળવશે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપ જીતશે. દેશની 400થી વધુ બેઠકો પર ભાજપ જીત મેળવશે. સમગ્ર દેશમાં મોદીની લહેર છે. ગત વખત કરતા ગાંધીનગર બેઠક પર લીડ વધશે.
ગાંધીનગર બેઠક પર મેગા પ્રચારનો પ્રારંભ તેમણે સંતોના આશીર્વાદ સાથે શરૂ કર્યો હતો. રેલીના રૂટ પર કેસરિયો માહોલ જોવા મળ્યો હતો. રેલીનું ડ્રોન દ્વારા સુરક્ષાની દેખરેખ રાખવામાં આવી હતી.
રોડ શૉ બાદ વેજલપુરમાં જાહેર સભાને સંબોધન કરશે. એ રીતે ભાજપે આયોજન કર્યું છે. આજે શુૃક્રવારે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગાંધીનગર કલેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરશે. ગઇકાલે મુખ્યમંત્રીથી લઈ સાંસદ અને પ્રભારી મયંક નાયકથી લઈ ક્લસ્ટર
ઇન્ચાર્જ કેસી પટેલ સહિતના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી.
રોડ શૉ દરમિયાન સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા મત વિસ્તારોને આવરી લીધાં હતા.
દરમિયાન અમિત શાહ, 19 એપ્રિલ, 2024, શુક્રવારે 12.39 વાગ્યે શુભ વિજય મુહૂર્ત દરમિયાન ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરશે. ઉ