અમિત શાહને બર્થ-ડે વિશ કરવા નેતાઓની લાઈન લાગી, ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીની પણ હાજરી...
આપણું ગુજરાત

અમિત શાહને બર્થ-ડે વિશ કરવા નેતાઓની લાઈન લાગી, ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીની પણ હાજરી…

અમદાવાદ: વિક્રમ સંવત 2082ના મંગલ પ્રારંભે ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ જોવા મળી રહી છે. આજે, નૂતન વર્ષની સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહનો જન્મદિવસ પણ છે, જેને પગલે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

અમિત શાહને શુભેચ્છાઓ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના અગ્રણી નેતાઓ અમદાવાદ સ્થિત અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

તમામ નેતાઓએ કેન્દ્રીય ગૃહપ્રધાનને નૂતન વર્ષાભિનંદન તેમજ જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ખાસ કરીને કેન્દ્રીય ગૃહપ્રધાનને બન્ને પર્વની શુભેચ્છા પાઠવી હતી.

મુખ્યપ્રધાનની દિનચર્યા
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસની શરૂઆત ધાર્મિક વાતાવરણમાં કરી હતી. તેમણે ગાંધીનગરના શ્રી પંચદેવ મંદિર અને અડાલજ ત્રિમંદિરમાં પૂજા-અર્ચના કરીને રાજ્યના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ધાર્મિક કાર્યક્રમો બાદ મુખ્યપ્રધાનએ અમિત શાહના નિવાસસ્થાને જઈ તેમને શુભેચ્છા આપી હતી.

આ પણ વાંચો…PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા નૂતન વર્ષાભિનંદન: ગુજરાતની પ્રગતિ અને ‘સ્વદેશી અભિયાન’ પર મૂક્યો ભાર…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button