આ જાતિગત સમીકરણોની વચ્ચે સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ચંદુ શિહોરાની જીત
સુરેન્દ્રનગર : સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર (Surendranagar Loksabha Result) બેઠક પર પણ ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાને (Chandu Shihora) મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણીમાં 6,69,749 મતો સાથે તેમણે 2,61,617 મતોની લીડ સાથે જીત મેળવી છે. તેમણે કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાને (Rutvik Makwana) હરાવ્યા હતા. ઋત્વિક મકવાણાને 4,08,132 મતો મળ્યા હતા.
કોળી જ્ઞાતિના જ ઉમેદવારો વચ્ચે જંગ :
સુરેન્દ્રનગર બેઠક પર કોળી સમાજનું પપ્રભુત્વ રહ્યું છે. અહી કોળી જ્ઞાતિમાં જ ચુંવાળિયા કોળીની વસ્તીનું પ્રમાણ 35 ટકા જેટલું છે જ્યારે તળપદા કોળી સમાજની વસ્તીનું પ્રમાણ 65 ટકા જેટલું છે. આ બેઠક પર ભાજપે ચુંવાળિયા કોળી જ્ઞાતિના ચંદુ શિહોરાને ટિકિટ આપી હતી. આ બેઠક પર તળપદા કોલીના નેતાને ટિકિટ ના મળતા તળપદા કોળી જ્ઞાતિમાં રોષ હતો. તેઓએ ઉમેદવાર બદલવાની પણ માંગ કરી હતીન પરંતુ ભાજપે ઉમેદવાર બદલ્યા ન હતા. જો કે કોંગ્રેસે તેની સામે ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા હતા.
કોણ છે બંને ઉમેદવારો ?
આ બેઠક પર ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપી હતી. તેઓ મૂળ હળવદના કેદારિયા ગામના વતની છે અને વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે. તેઓ હળવદ તાલુકાના પૂર્વ કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યા છે. તો કોંગ્રેસે તેમની સામે તળપદા કોળી જ્ઞાતિના જ ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા હતા. ઋત્વિક મકવાણા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2017 ની ચૂંટણી જીત્યા હતા અને 2022માં વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા. તેમણે બી. એડ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ઉતર બુનિયાદી શિક્ષણ સાથે જોડાયેલા રહ્યા છે.
સુરેન્દ્રનગર બેઠકમાં આ પક્ષોનો દબદબો :
આ બેઠક 1962માં સુરેન્દ્રનગર નામથી અસ્તિત્વમાં આવી . આ બેઠક પર સૌપ્રથમ ઘનશ્યામભાઈ ઓઝા ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પર સૌથી વધુ વખત ભાજપના સોમા પટેલ સાંસદસભ્ય બન્યા છે. જોકે 1898માં પ્રથમ વખત ભાવના દવે ભાજપમાંથી ચૂંટાયા હતા. 2019ના વર્ષે મહેન્દ્ર મુંજપરા ભાજપમથી ચૂંટાયા હતા.