અમદાવાદ, વડોદરા સહિતના શહેરોને ૧૧ સપ્ટેમ્બરે નવા મેયર મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરા, ભાવનગર, અમદાવાદ અને સુરત મનપાના મેયર, ડે. મેયર, સ્ટેન્ંિડગ કમિટીના ચેરમેનને લઈ ભાજપ સૂત્રો તરફથી મહત્ત્વની વિગતો સામે આવી છે. કોર્પોરેશનના નવા પદાધિકારીઓને લઈ નામોની અટકળ તેજ થઈ છે અને મનપાના નવા પદાધિકારીઓની વરણી તા.૧૧મી સપ્ટેમ્બરે થવાની છે. અમદાવાદ મનપામાં નવા પદાધિકારીઓની ૧૧ સપ્ટેમ્બરે વરણી થવાની છે. જેમાં પ્રતિભા જૈન મનપાના નવા મેયર બની શકે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે જતિન પટેલનું નામ નક્કી મનાય છે. તેમજ ડે. મેયર તરીકે અરવિંદ પરમારના નામની ચર્ચા છે.
મનપા ભાજપ પક્ષના નેતા માટે દિલીપ બગડિયા લગભગ નક્કી હોવાનું ભાજપ સૂત્રો જણાવી રહ્યા છે. સુરત મનપામાં ૧૧ સપ્ટેમ્બરે નવી બોડીની રચના થવાની છે. જેમાં મેયરની રેસમાં મૂળ સુરતી અશોક રાંદેરિયાનું નામ સૌથી આગળ છે. તેમજ દક્ષેશ માવાણી અને રાજૂ જોળિયાનું નામ પણ મેયર રેસમાં હોવાની ચર્ચા છે. ડેપ્યુટી મેયરની રેસમા ઉર્વશી પટેલ, નેન્સી શાહ, રેશમા લાપસીવાળાના નામની ચર્ચા છે. સ્ટેન્ડિંગ કમિટીમાં દિનેશ રાજપુરોહિત, દક્ષેશ માવાણી, રોહિણી પાટીલની ચર્ચા છે. શાસક પક્ષ નેતા તરીકે કોઇ પરપ્રાંતીયના નામની ચર્ચા હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગર મનપામાં મેયર-ડેપ્યુટી મેયરની જાહેરાત થવાની છે. જેમાં મેયર તરીકે મહેશ વાજા, ભારતીબેન મકવાણા, અશોક બારૈયા, ભરત મકવાણાના નામની ચર્ચા છે. ડેપ્યુટી મેયર તરીકે ભાવના દવે, ભાવના સોનાણી, મોના પારેખનું નામ આગળ છે. સ્ટેન્ંિડગ કમિટી ચેરમેન તરીકે રાજુ રાબડીયા, ઉપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ મોખરે છે.
જ્યારે સ્ટેન્ંિડગ કમિટી ચેરમેન તરીકે ભાવેશ મોદી, કુમાર શાહનું નામ આગળ હોવાની સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરામાં મેયર પદે હેમિષા ઠક્કર અને ડેપ્યુટી મેયર પદે ચિરાગ બારોટનું નામ નક્કી હોવાનું સામે આવ્યું છે. સ્ટેર્ંિન્ડગ કમિટી ચેરમેન પદે મનોજ પટેલનું નામ ચર્ચાય છે. અત્રેના સાંસદે હેમિષા ઠક્કરનું નામ તો વિધાનસભા દંડકે મનોજ પટેલનું નામ મુક્યુ છે.