આપણું ગુજરાત

SVP હોસ્પિટલ AMCનો ધોળો હાથી! દર્દીઓની પાંખી સંખ્યા બની ચિંતાનો વિષય

અમદવાદ: અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) વર્ષ 2019માં 800 કરોડના ખર્ચે બનેલી સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલનું ધામધૂમ પૂર્વક ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદથી SVP હોસ્પિટલ સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

હોસ્પિટલમાં 1,600 બેડ્સ હોવા છતાં દર્દીઓની પાંખી સંખ્યા જોવા મળી રહી છે. એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલ જેવી અન્ય AMC સંચાલિત હોસ્પિટલોની તુલનામાં, ખુબ ઓછી સંખ્યામાં દર્દીઓ SVP હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે. એક અખબારી અહેવાલ મુજબ અહેવાલ મુજબ SVP હોસ્પિટલના નબળા પ્રદર્શન માટે અનેક પરિબળો જવાબદાર છે.

મા અમૃતમ, મા વાત્સલ્ય અને પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના જેવી રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્યસંભાળ યોજનાઓમાંથી હોસ્પિટલ બકાત રહી હતી આ ઉપરાંત ફરજિયાત રૂ. 10,000 ડિપોઝિટ કરવાના નિયમને કારણે નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા વર્ગના દર્દીઓ SVP હોસ્પિટલમાં દાખલ થવાનું ટાળે છે.

AMCના વરિષ્ઠ અધિકારીએ અહેવાલમાં જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારના રૂ. 50,000 સુધીની મફત અકસ્માત સારવારની સ્કીમનો પણ ઓછો અમલ થઇ રહ્યો છે, એક વર્ષમાં માત્ર સાત લાભાર્થીઓ જ મળ્યા છે. તાજેતરમાં જ, ભાજપના વિધાનસભ્ય અમિત શાહે પણ મ્યુનિસિપલ કમિશનર સાથે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.” 2023-24 માટેના દસ્તાવેજ મુજબ SVP હોસ્પિટલને જાન્યુઆરી અને ડિસેમ્બર 2023 ની વચ્ચે માત્ર 2.4 લાખ OPD દર્દીઓ અને 21,981 ઇન્ડોર દર્દીઓ મળ્યા હતા, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં શારદાબેન હોસ્પિટલને 6.32 લાખ6.32 લાખ 6.32 લાખ ઇન્ડોર દર્દીઓ મળ્યા હતા. જયારે LG હોસ્પિટલોને 8.99 લાખ OPD દર્દીઓ અને 86,447 ઇન્ડોર દર્દીઓ મળ્યા હતા.


SVP હોસ્પીટલમાં તબીબી અધિકારીઓ, ICU, વોર્ડ, રેડિયોલોજી, ઓપરેશન્સ અને રૂમ માટેના ચાર્જ એલજી અને શારદાબેન હોસ્પિટલના ચાર્જ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. જો કે AMCએ દર્દીઓને આકર્ષવા માટે વિવિધ જાહેરાત કરી હતી, જેમાં પેથોલોજીકલ ટેસ્ટ પર ડિસ્કાઉન્ટ અને રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણનો સમાવેશ થાય કરવામાં આવ્યો હતો, છતાં SVP હોસ્પિટલ પૂરતા પ્રમાણમાં દર્દીઓને આકર્ષી શકી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ