AMCમાં કોંગ્રેસના જુથવાદમાં અંતે ઘીના ઠામમાં ઘી ઢળ્યું: વિપક્ષ નેતા તરીકે શહેઝાદખાન પઠાણ યથાવત…

અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકામાં વિપક્ષના નેતાને બદલવાના વિવાદમાં ફરી ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં AMCના વિપક્ષ નેતા તરીકે શહેઝાદખાન પઠાણને યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. AMCમાં વિપક્ષના નેતાની ખુરશીને લઈને કોંગ્રેસમાં જુથવાદનું ભૂત ધૂણ્યું હતું પરંતુ આજની બેઠકના અંતે બધા સનેપાત બેસાડીને શહેઝાદખાન પઠાણને યથાવત રહેવાના થાપા આપી દીધા છે.
અમદાવાદમાં કોંગ્રેસમાં ફરી એકવાર જુથવાદનું ભૂત ધૂણ્યું હતું અને મહાનગર પાલિકામાં વિપક્ષના નેતાને બદલવાની માંગો ઉઠી હતી. જેના આધારે આજે પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા વિપક્ષ નેતાની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 23 કોર્પોરેટરોમાંથી દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ તરફી 15 જેટલા કોર્પોરેટર હતા. AMCHI વિપક્ષ નેતાના નામ પર નડતરો ઉભી થઈ હતી. અંતે બધા સનેપાત બેસાડીને શહેઝાદખાન પઠાણને યથાવત રહેવાના થાપા આપી દીધા છે.
હાલ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ છે અને તેની સામે અમદાવાદ શહેર પ્રમુખ નીરવ બક્ષીનું જૂથ દાવેદારી કરી રહ્યું હતુ. આખા વિવાદને લઈને આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ તેમજ પૂર્વ રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકની હાજરીમાં ચૂંટણી યોજાઈ હતી.