AMC-અમદાવાદ પોલીસ ત્રીસથી વધુ મામલે આપશે ઇ-મેમો, AIની મદદથી સૉફ્ટવેર તૈયાર
![AMC-Ahmedabad Police to issue e-memo in more than 30 cases, AI-powered software ready](/wp-content/uploads/2024/03/AMC-Municipal-cameras-e-memo.webp)
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આર્ટિફિશિયલ ટેકનૉલોજિની મદદથી એક ખાસ સૉફ્ટવેર તૈયાર કર્યું છે. આ સૉફ્ટવેર દ્વારા લોકો દ્વારા કરવામાં આવતા 30થી વધુ નિયમભંગ પર E-Memo મોકલશે. અમદાવાદ પોલીસ અને AMC સાથે મળીને પાંચ હજારથી પણ વધુ CCTV કેમેરાની મદદથી નિયમ ભંગ કરતાં લોકો પર ચાંપતી નજર રાખશે.
AMC કે પોલીસને લગતા નિયમોની અવગણના કરવી અમદાવાદીઓને હવે ભારે પડી જશે.આગામી સમયમાં AIની મદદથી તૈયાર કરેલા સોફ્ટવેરને CCTV કંટ્રોલરુમ સાથે જોડી દેવામાં આવશે. જેમાં 30 જેટલા નિયમભંગનો ઇ મેમો જનરેટ થશે અને લોકોને નિયમભંગ માટે દંડ ભરવો પડશે. આગામી બે મહિનામાં અમલવારી કરવા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
હવે જો વાત કરવામાં આવે કે કેવા નિયમભંગને લઈને ઇ મેમો આવી શકે છે તો તેના પર આપણે એક નજર કરીએ…
ચાલુ વાહન પર મોબાઈલ નો ઉપયોગ
રેડ સિગ્નલનો ભંગ
હેલ્મેટ કે સીટ બેલ્ટ વગર વાહન હંકારવું
ટ્રિપલ સીટમાં મુસાફરી કરવી
દિવસ દરમ્યાન ભારે વાહનનું ચાલવું
નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવું
BRTS કોરિડોરમાં વાહન ચલાવવું
જાહેર રસ્તાઓ પણ થૂંકવું
જાહેર માર્ગો પર પશુઓ
જાહેર માર્ગ પર કચરો કરવો/ફેંકવો
ભારે વાહન દ્વારા માલ-સમાનને ઢાંક્યા વગર લઈ જવું
રોડ ઉપર ખાડા કે પાણી ભરાવવાની બાબતમાં
ગેર કાયદેસર દબાણ કરવું
રોડ પર તૂટેલા વીજ પોલ કે ફૂટપાથ તૂટેલી હોય