અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદમાં પાર્કિગ અને ટ્રાફિક સમસ્યા ઉકેલવા મનપાએ સર્વે શરૂ કર્યો

અમદાવાદઃ શહેરમાં ખરાબ રસ્તા, વરસાદમાં પડતા ભુવા, રખડતાં ઢોર સહિતની વ્યાપક સમસ્યા છે. આ સાથે સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને વાહન (Ahmedabad Traffic problem) પાર્કિંગની છે. શહેરમાં દિન-પ્રતિદિન વાહનો વધવાની સાથે સાથે ટ્રાફિક સમસ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં પાર્કિંગને લઈ મનપા દ્વારા પાર્કિંગ પોલિસી(Parking Policy) ઘડવામાં આવી છે. જેમાં પ્રથમ ત્રણ ઝોનમાં પાર્કિગ માટે સર્વે કર્યા બાદ તેનું આયોજન કરી અમલીકરણ કરાશે.

AMCને સોંપાશે રીપોર્ટ:
અમદાવાદમાં પાર્કિગ અને ટ્રાફિક સમસ્યા વધતા અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન (AMC) પાર્કિંગ પોલિસી પર કામ કરશે. આગાઉના આયોજનમાં પાર્કિંગની ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવી ન હતી, પરંતુ હવે મનપા તંત્ર પાર્કિંગ પોલિસી પર કામ કરશે. પ્રથમ ત્રણ ઝોનમાં પાર્કિગ માટે સર્વે કર્યા બાદ તેનું આયોજન કરી અમલીકરણ કરાશે. હાઇકોર્ટે ઠપકો આપ્યા છતાં અમદાવાદ મનપા દ્વારા અત્યાર સુધી નક્કર કામગીરી કરી ન હતી, ત્યારે હવે પાર્કિંગ બાબતે બે એજન્સીઓને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. હાલમાં પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં આ સર્વેની કામગીરી કરી કયા સમયે કયા વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક રહે છે. કયા રોડ પર વધારે પાર્કિગ સમસ્યા છે આ તમામ બાબતનો સર્વે કરવામાં આવશે અને એએમસીને રીપોર્ટ સોંપવામાં આવશે.

તમામ પ્રકારના વાહનો બમણા થઈ ગયા:
AMC દ્વારા કરવામાં આવેલા 2011ના સર્વે મુજબ શહેરમાં કુલ 19 લાખ 67 હજાર 949 વાહનો હતા જેમાંથી 15 લાખ 10 હજાર 241 ટુ વ્હિલર હતા જ્યારે એક લાખ 12 હજાર 515 રીક્ષા હતી અને બે લાખ 63 હજાર 205 ફોર વ્હિલર હતા જેની સામે હાલમાં 50 લાખ વાહનો હોવાનો અંદાજ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. એટલે કે તમામ વાહનની કેટેગરીમાં વાહનો બમણા થઈ ગયા છે. અને પ્લાનિંગ જે તે સમયે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં નહિ આવતા વાહનો રોડ પર પાર્ક થયેલા નજરે પડે છે અને તેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ