આપણું ગુજરાત

Amarnath Yatra માટે  Ahmedabad માંથી 901 લોકોને ફિટનેસ સર્ટિફિકેટ અપાયા

અમદાવાદઃ આગામી 29મી જૂનથી બાબા બર્ફાનીની અમરનાથ  યાત્રાનો(Amarnath Yatra)પ્રારંભ થનાર છે. ત્યારે યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ માટે ફરજીયાત કરાયેલા ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદથી( Ahmedabad) અમરનાથ યાત્રાએ જવા માટે સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં 901 લોકોને હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયા છે. ગુજરાતમાં 99 જગ્યાએથી સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવે છે.

ત્રણ ટકા જેટલા લોકો અનફીટ

મળતી માહિતી મુજબ અમદાવાદથી અમરનાથ યાત્રાએ જવા માટે અત્યાર સુધીમાં 901 લોકોને હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયા છે. તેમાં સોલા સિવિલમાંથી 496 અને અસારવા સિવિલમાંથી 405 યાત્રા ઈચ્છુકને સર્ટિ અપાયા છે. સિવિલમાં જે અરજીઓ આવી તેમાં ત્રણ ટકા જેટલા લોકોમાં હૃદય રોગ કે અન્ય બીમારી હોવાનું સામે આવ્યું હતું, આવા કિસ્સામાં સર્ટિ. ઈશ્યૂ કરાયા નથી, પરંતુ વધુ સારવાર માટે તેમને જે તે હોસ્પિટલમાં રિફર કરાયા હતા.

ઓગસ્ટ સુધીના અરસામાં 446 જેટલા ફિટનેસ સર્ટિફિકેટ અપાયા

સૂત્રોથી મળતી માહિતી મુજબ અસારવા સિવિલના ગત વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધીના અરસામાં 446 જેટલા ફિટનેસ સર્ટિફિકેટ અપાયા હતા, આ વખતે અત્યાર સુધીમાં 405 લોકોને પ્રમાણપત્ર અપાયા છે. તબીબોનું કહેવું છે કે, અમરનાથ યાત્રાએ ઊંચાઈવાળા સ્થળે જવા માટે જે તે વ્યક્તિ સક્ષમ છે કે કેમ, જેમ કે ચાલવાની તકલીફ તો નથીને, ફેફસાંની ક્ષમતા, કાર્ડિયાકને લગતી તકલીફ સહિતની બાબતોની ચકાસણી કરીને, ફિટનેસ સર્ટિ. આપવામાં આવે છે. સિવિલમાં ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર અમરનાથ યાત્રા ઈચ્છુકો માટે સર્ટિ લેવા માટેની સવલત ઊભી કરાઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો