આપણું ગુજરાતટોપ ન્યૂઝ

પાલજમાં સૌથી મોટી હોળીનું દહન: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાની આગાહી

અમદાવાદ: સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં હોળીનાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ગાંધીનગરનાં પાલજ ગામમાં પરંપરાગત રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, અહી રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી હતી.

આ પણ વાંચો: હવામાનમાં આવશે પલટો! ગુજરાત સહિત કયા કયા રાજ્યમાં થશે અસર? જાણો અંબાલાલ પટેલે શું કહ્યું…

પાલજમાં રાજ્યની સૌથી મોટી હોળી

ગાંધીનગરનાં પાલજમાં રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી હતી, અહી 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. પરંપરાગત રીતે મહાકાળી માતાનું પૂજન કર્યા બાદ અહી હોળી પ્રગટાવવામાં અવે છે. પાલજ ગામમાં હોળી પ્રગટાવવાની 700 વર્ષ જુની પરંપરા છે. હોળી પ્રગટાવ્યા બાદ જ્વાળાઓની દિશાના આધારે ચોમાસાનો વર્તારો કરવામાં આવે છે.

અંબાલાલ પટેલે પણ કરી આગાહી

Ambalal Patel has said 'On this day full clouds will come buttham-baththam.... What will happen after that is like watching...

હોળીની જ્વાળા પરથી ચોમાસાનો વર્તારો કરવામાં આવતો હોય છે. ત્યારે હોળીની જ્વાળાઓ પરથી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે અને કહ્યું કે ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે. આ વર્ષે અલગ પ્રકારનું ચોમાસું જોવા મળી શકે છે.

પાવાગઢ ડુંગર પર હોલિકા દહન

ઉપરાંત પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાના મંદિરે સાંજે 6:15 કલાકે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાની ઉપસ્થિતિ વચ્ચે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. પાવાગઢની પરંપરા મુજબ ડુંગર પર હોળી પ્રગટાવ્યા બાદ પંથકમાં હોળી પ્રગટાવવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button