આપણું ગુજરાત

વાદળો રૂપી ઘોડા પર સવાર થઈને અંબાલાલ પટેલે કહ્યું, આ ત્રણ દિવસ ભારે !

દક્ષિણ ગુજરાતનાં ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ સાથે હજુ ત્રણ દિવસ ભારે હોવાની હવામાન વિભાગની આગાહી સાથે જ અંબાલાલ પટેલે પહેલેથી જ કહી રાખ્યું હતું કે મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. ગઈકાલ બાદ આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ છે. આજે ભાવનગર, અમરેલી, ગાંધીનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં દે… દ.. ના… દ… ન.. સાથે મહારાષ્ટ્ર તો થથરી ગયું. અચાનક જ ગાજવીજ સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદના મંડાણ બુધવારે થયા તો વડોદરામાં લગભગ 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઓ અને કેટલાય વૃક્ષોનો સોથ વળી ગયો અચાનક જ વાતાવરણ પલટાતા વડોદરાના નાગરિકો કઈ સમજે વિચારે તે પહેલા તો આખું વડોદરા જળબંબોળ થઈ ગયું. તોફાની વરસાદના આ દૃષ્યોએ વડોદરાના ગરબા આયોજકોની ચિંતા વધારી દીધી છે.

ગુજરાતમાં સપ્ટેમ્બરના છેલ્લા દિવસો વાતાવરણને એવું તો ડહોળી નાખશે કે, નાગરિકો તોબા-તોબા થઈ જશે, ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ માટે અંબાલલાલે તો અગાઉ જ છાતી ઠોકી ને કહ્યું હતું કે વાદળો આવશે બથ્થમ -બથ્થા. હવે એ દિવસ આવી ગયો છે કે વાદળોની ગડગડાટીથી દક્ષિણ ગુજરાત ડોલી ઉઠશે. હવામાન વિભાગે પણ ગુજરાતનાં આવા વાતાવરણ માટે બંગાળની ખાડીમાં થતાં મોટા ફેરફારને જવાબદાર ગણાવી ભર ભાદરવે, મેઘલી મંડાશે અને અનરાધાર વરસાદ વરશે.

આ પણ વાંચો : ગુજરાતના પ્રવાસને ઘેલું લગાડ્યું: પ્રવાસીઓ માટે ગુજરાત બન્યું પ્રથમ પસંદ!

‘આ તો ‘ટ્રેલર’ – પીકચર હજુ બાકી છે’-ગુજરાત

બંગાળના ઉપસાગરમાં હલચલની શરૂઆત 22 સપ્ટેમ્બરથી થશે. આ જ કારણોસર 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં હવાથી ભારે વરસાદના અનુમાનને નકારી શકાય નહીં. જેવી આ સિસ્ટમ સક્રિય થશે કે તરત જ આની અસર વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં જોવા મળવા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં પણ થઈ શકે છે

તો વધુ ચિંતાજનક એ છે કે, 28મી થી જ વળી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ વાવાઝોડામાં પરીનાંવાની પણ શક્યતા છે. જો આવું થયું તો દક્ષિ ગુજરાતમાં દે-માર વરસાદ પડવા સાથે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની સંભાવનાને પણ નકારી શકાય નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button