‘હવે આમ થા ઘર ભેળીની’ શરદ પૂનમે વા-જડી-વંટોળની કરી લો તૈયારી !
દેશમાં કેરલ .મધ્યપ્રદેશ સાથે દેશના કેટલાક વિસ્તારોમાં હવામાને બીએચઆર ચોમાસા જેવુ વાતાવરણ સર્જી દેતા, લોકો હતપ્રભ થઈ ગયા છે ખાસ કરીને ખેડૂતને દિશા નથી સૂઝતી કે આ હવામાન આગામી શિયાળુ પાકનો સોથ વાળી દઈ રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાશ્ત્ર્ના કેટલાક વિસ્તારોમાં બે દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે ખેલૈયાઓની નવરાત્રિના રંગમાં ભંગ પડતો જોવા મળી રહ્યો છે. કારણ કે હવામાન વિભાગે સાંજ પછી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે, જેને કારણે રાજ્યભરમાં મહત્તમ તાપમાન લગભગ 5 થી 7 ડિગ્રી જેટલું ગુરુવારથી જ ઘટી ગયું છે
મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણને કારણે શહેરીજનોને બફારાનો અનુભવ થશે તથા મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ ઘટી જવા પામ્યું હતું. જો કે શહેરમાં સાંજ પછી હળવા વરસાદની શક્યતાઓને નકારી શકાતી નથી. ત્યારે અંબાલાલ પટેલે પોતાની આગામ વાણીને ફરી દોહરાવતા કહ્યું છે કે આગામી 4 દિવસ કદાચ ભારે પડી શકે તેવો વરસાદ ફરી વળે તો નવાઈ નહીં. ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલે શરદ પૂનમની રાત કેવી રહેશે તેની પણ આગાહી કરી જ દીધી છે.
નવરાત્રી શરૂ થાય તે પહેલા જ ગરબા પ્રેમીઓના પગ તળેથી મેદાન ખસી જાય તેવી વરસાદી આગાહી કરનારા અંબાલાલ પટેલે કકહ્યું હતું કે 7 થી 12 દરમિયાનની નવરાત્રી તમેં ગારા-કિચડમાં ખૂંદવી પડશે. છેલ્લા બે દિવસથી વાતાવરણ બની ગયું અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ધમધમાવીને પડી રહ્યો છે. અરબસાગરમાં સર્જાયેલી એક સિસ્ટમના કારણે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિના હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે જ વરસાદની આગાહી થતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત બન્યા છે. તો બીજી તરફ વરસાદ ધરતીપુત્રોની પણ મુશ્કેલી વધારી શકે છે. વરસાદની આગાહી વચ્ચે આજે સવારના સમયે અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.
છેલ્લા બે નોરતામાં નવરાત્રીમાં ગરબાપ્રેમીઓને તરબોળ કર્યા પછી આવતી શરદ પૂનમ પછી પણ આ વરસાદ કેડો નહીં મેલે. અને રાજયભરમાં વરસાદી ઝાપટાઓ તમને ભાદરવાની ગરમીનો પ્રખર અહેસાસ નહીં થવા દે. એટલામાં ઠંડીનો રાઉન્ડ એટલે કે ચમકારો શરૂ થઈ જશે.
એની પણ તારીખ આપતા અંબાલાલ કહે છે, લા નીનોની અસરને કારણે 27 ઓક્ટોબરથી ઠંડીની શરૂઆત થવાની સંભાવના છે. અને ઠંડીના ચમકારા વચ્ચે તમારો નવેમ્બર આરામ ડાક રીતે પસાર થશે. પણ ત્રીજી ડિસેમ્બર પછી ઠંડી તીવ્ર બનશે. 22 ડિસેમ્બર પછી તો ભૂક્કા કાઢી નાખતી ઠંડીનો અહેસાસ ગુજરાતને થશે. આ ઠંડીના રાઉન્ડમાં તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા જોવાઈ રહી છે.