આપણું ગુજરાત

Ambalal Patelએ ગુજરાતના હવામાનને લઈને આ કેવી આગાહી કરી…

અમદાવાદઃ અત્યારે તો લોકસભાની ચૂંટણીને કારણે દેશભરમાં રાજકીય માહોલમાં તો ગરમાગરમી જોવા મળી રહી છે, પણ ગુજરાતમાં વાતાવરણમાં ન સમજાય અને વિચારાય એવો પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં એક તરફ હીટવેવને કારણે નાગરિકો પરેશાન છે તો બીજી બાજું ગુજરાતના જ અમુક વિસ્તારમાં મેઘરાજાની મહેર પણ જોવા મળી હતી.

ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રમાં વરસાદ પડતાં વાતાવરણ પલટાઈ ગચું છે અને 12મી તેમ જ 13મી મે વચ્ચે પણ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ત્યારે હવામાન બાબતે આગાહી કરનારા ગુજરાતના નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવ્યું હતું કે મે મહિનાની શરૂઆતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે જેને કારણે 10મી મેથી 14મી મેની વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને વગરે ભારે આંધી તેમ જ વાવંટોળ જોવા મળે એવી શક્યતા વ્યક્ત કરી છે.


એટલું જ નહીં પણ અંબાલાલા પટેલે કાળવાણી ઉચ્ચારતાં 20મી મે પછી ફરીથી ઉકળાટમાંથી વધારો થશે એવી શક્યતા પણ વ્યક્ત કરી હતી. ત્યાર બાદ 24-25મી મેના રોજ ફરીથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને 25મી મેથી ચોથી જૂન સુધી આંધી-વાવંટોળ સાથે વરસાદ પડશે, એવી આગાહી પણ કરી હતી.


રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને અમદાવાદ ખાતે તો ઉષ્ણતામાન 43.3 ડિગ્રીનો આંકડો વટાવી ચૂકી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવતીકાલથી 14મી મે સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તોફાન સાથે વરસાદ પડશે. આવનારા સમયમાં ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રીનો આંકડો પાર કરે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ગુજરાતમાં આગામી 20 દિવસોમાં ભારે ગરમી તેમ જ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય જેઠ વદમાં શ્રાવણ પંચકમાં સારો એવો વરસાદ થવાની શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button