ગુજરાતમાં ઠંડી-ગરમી માટે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી શું કહે છે, જાણો?
![Ambalal Patel made this prediction about the cold in Gujarat](/wp-content/uploads/2024/11/Ambalal-Patel-1.webp)
અમદાવાદઃ રાજ્યમાં હાલ બેવડી ઋતુનો (dual season in gujarat) અનુભવ થઈ રહ્યો છે. સવારે અને સાંજે ઠંડી તથા બપોરે ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (ambalal patel) મોટી આગાહી કરી છે. જે મુજબ 10 થી 16 ફેબ્રુઆરી ગરમીનો અહેસાસ કરવો પડશે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. 17 થી 19 ફેબ્રુઆરીના રોજ પવનનું જોર વધશે અને ઠંડીનું પ્રમાણ પણ વધશે. ઉપરાંત રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (western disturbance) આવવાની શકયતાઓ પણ છે.
Also read : કબૂતરબાજોમાં ફફડાટ; ગુજરાતના 1,700 એજન્ટ્સ EDના રડાર પર…
અંબાલાલના કહેવા મુજબ, ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. કચ્છના ભાગોમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન રહી શકે છે,મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી સુધીનું લઘુતમ તાપમાન રહી શકે છે,સૌરાષ્ટ્રના ભાગોમાં 13 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન રહેવાની શકયતાઓ છે.
અંબાલાલ પટેલે રાજ્યમાં ફેબ્રુઆરીના અંતમાં માવઠાની આગાહી કરી હતી. તેમણે કહ્યું, માવઠાની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં રહેશે. સાથે સાથે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ, ગાંધીનગર,વડોદરા, સુરત, નર્મદામાં માવઠું પડી શકે છે.
Also read : અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સર્જિકલ રોબોટનું લોકાર્પણ…
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી. પ્રેશર ગ્રેડિયન્ટ વધતા હવામાન વિભાગે પણ કેટલાક વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાંથી ગુશિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવે ઠંડીમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.