આપણું ગુજરાત

હવે અંબાલાલે અહીં કરી આંગળી ? ક્યાં આવશે પૂર અને પ્રલય ?

ગુજરાત ના માથે હજુ ભારે વાવાઝોડું વરસાદ ભમરાયા કરે છે. અંબાલાલ પટેલે 13થી 16 સપ્ટેમ્બરની અતિ ભારેની આગાહી કર્યા બાદ હવે પટેલે ગુજરાતનો કેડો મૂકી આસામ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યો તરફ અંગુલિ નિર્દેશ કરીને કહ્યું છે કે, જે સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું હતું તેવી જ કઈક પરિસ્થિતિનું નિર્માણ હવે આ રાજ્યોમાં થશે. તમને જણાવી દઈએ કે, વરતારાને પગના અંગૂઠાથી દબાવીને પણછ ખેંચતા અંબાલાલ પટેલ વાદળોને ભેદીને વરસાદની નાભીમાં તીર મારવા માટે જાણીતા છે.

હજુ ભાદરવે પણ ભર’પૂર’

રાજયભરમાં સરકાર ગાબડાં પુરાવવા માટે વધુ લાખો રુપિયાનું આંધણ માંડીને બેઠી છે. વડોદરાના પૂર પીડિતોનો પ્રકોપ રાજનેતાઓ પ્રત્યે ઓસર્યો નથી.બનાસકાંઠા,સાબરકાંઠા,જેવા ઉત્તર ગુજરાતનાં વિસ્તારોમાં વરસાદી પાણી ઓસરતા-ઓસરતા સેમી લાગી રહ્યો છે. રાજીના ધોરીમાર્ગો થી માંડીને શહેરી વિસ્તારોમાં ખાડા-ખબડા પૂરવા માટેની કામગીરી ચાલી રહી છે ત્યારે જ અંબાલાલે અગમવાણી કરતાં કહી દીધું છે કે 10 મી સુધી તો વરસાદ પડશે જ પણ 13થી 16 સપ્ટેમ્બર તો અધાધૂંધ વરસાદ રોડ રસ્તાના ગાભા-ચીંથરા ઉડાવશે.

એક બાજુ મેળો,બીજી બાજુ વરસાદનો હેળો

ભાદરવાના કડક-ભડક તડકાથી હજુ રાહત સાથે કૃષિકારોને ચિંતારૂપ વાત જરૂર છે પણ, વાદળોની લૂપાછૂપી અંબાલાલ પટેલને વરતારા માટે મજબૂર કરે છે. અંબાલાલ પટેલે ઊંડો શ્વાસ ભરીને આ ચિંતાજનક આગાહી કરી છે. ઉપર જે સિસ્ટમ સક્રિય થવા જઇ રહી છે તેનું પરિણામ, હવામાન પર વિપરીત અસર કરશે અને ભાદરવાના તડકામાં ગાદલાં-ગોદડા તડકે મૂકવાનું વિચારતા લોકોએ હજુ પણ એક અઠવાડિયું કદાચ રાહ જોવી પડે તો નવાઈ નથી. આમ તો ભાદરવાની શરૂઆત થઈ ગઈ છે, ગુજરાતમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ અને પદયાત્રાળુઓ પણ તૈયાર થયા છે. પણ અંબાલાલની આગાહી એક રીતે પદયાત્રીઓ માટે રાહત બની શકે છે.

કોણ છે અંબાલાલ પટેલ ?

ગુજરાતમાં ભારે ગરમી, લૂ કે પછી કડકડતી ઠંડી પાડવાની હોય કે ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય,હવામાન વિભાગથી પણ આગોતરી ભવિષ્યવાણીથી ગુજરાતભરના ખેડૂતો-નાગરિકોને સેવા કરતાં અંબાલાલ પટેલથી આજે જણ-બચ્ચું અજાણ નથી. હવામાં હાથ લહેરાવી,હવાને મુઠ્ઠીમાં ભરીને દિવસ કે સપ્તાહ કેવા વિતશે તેવું અંબાલાલનું અનુમાન ભાગ્યે જ અફર રહ્યું છે.

કોઈ ‘પાતળિયો’ પજવે છે.

ગુજરાતમાં દે-માર વરસાદ પડવાની નિયમિત આગાહી કરતાં હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આજે એક ગંભીર સ્પષ્ટતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુદ હાજર થઈને કરવી પડી છે. ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૂપડાધારે વરસાદ પડવાની આગાહીમાં રમમાણ અંબાલાલ પટેલને આજે કોઈ કરમ કૂટીયા એ હોસ્પિટલમાં દાખલ કરાવી દીધા. અંબાલાલ પટેલ કોઈ ગંભીર બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ કરાયાની વાત ‘ભર ચોમાસે જંગલની આગ’ની માફક પ્રસરી જતાં આખા રાજ્યના ખેડૂતો, શુભેચ્છકો અને ખાસ કરીને હવામાન અંગે પળ પળની બારીકીથી અપડેટ રહેતા ચાહકોમાં ચિંતાનું ભારે મોજું ફરી વળ્યું હતું. હકીકત તો એ છે અંબાલાલ પટેલ પાસે પોતાના અંગેની આ’ હવા’ પહોચી ત્યારે તેઓ વરતારો જ આપી રહ્યા હતા. જે લોકો અંબાલાલને જાણે છે તેઓએ સઘળા કામ પડતાં મૂકી અંબાલાલણે ‘સાંબેલાધાર’ શુભેચ્છા પાઠવવાનું શરૂ કરી દીધું. હેબતાઈ ગયેલા અંબાલાલે તુરંત જ સોશિયલ મીડિયાનો સહારો લીધો અને વાત દીવા જેવી ચોખ્ખી કરી કે, હું હેમખેમ છુ, ક્યાય -કોઈ હોસ્પિટલમાં દાખલ નથી. અંબાલાલ પણ માથું ખ્ંજ્વાળતા કહેવા લાગ્યા,’પાતળિયો પજવે છે’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button