આપણું ગુજરાતટોપ ન્યૂઝ

અંબાલાલ પટેલે કહ્યું ‘આ દિવસે ભર ભાદરવે વાદળો આવશે બથ્થ્મ -બથ્થાં… પછી જે થશે તે જોયા જેવી…

ગુજરાતમાં સપ્ટેમ્બરના છેલ્લા દિવસો વાતાવરણને એવું તો દાહોળી નાખશે કે, નાગરિકો તોબા-તોબા થઈ જશે, ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ માટે અંબાલલાલે તો અગાઉ જ છાતી ઠોકી ને કહ્યું હતું કે વાદળો આવશે બથ્થમ -બથ્થા. હવે એ દિવસ આવી ગયો છે કે વાદળોની ગડગડાટીથી દક્ષિણ ગુજરાત ડોલી ઉઠશે. હવામાન વિભાગે પણ ગુજરાતનાં આવા વાતાવરણ માટે બંગાળની ખાડીમાં થતાં મોટા ફેરફારને જવાબદાર ગણાવી ભર ભાદરવે, મેઘલી મંડાશે અને અનરાધાર વરસાદ વરશે.

23મી સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના ત્રણ, દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહીનું અનુમાન કરવામાં આવ્યું છે.

બંગાળના ઉપસાગરમાં હલચલની શરૂઆત 22 સપ્ટેમ્બરથી થશે. આ જ કારણોસર 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં હવાથી ભારે વરસાદના અનુમાનને નકારી શકાય નહીં. જેવી આ સિસ્ટમ સક્રિય થશે કે તરત જ આની અસર વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં જોવા મળવા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં પણ થઈ શકે છે

તો વધુ ચિંતાજનક એ છે કે, 28મી થી જ વળી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ વાવાઝોડામાં પરીનાંવાની પણ શક્યતા છે. જો આવું થયું તો દક્ષિ ગુજરાતમાં દે-માર વરસાદ પડવા સાથે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની સંભાવનાને પણ નકારી શકાય નહીં.

ખેડૂતો વધુ ચિંતિત

એક તરફ કોંગ્રેસ કિસાન સેલના પાલ આંબલીયાએ લીલા દુકાળની સ્થિતિ જાહેર કરવા અને ખેડૂતોને સહાય આપવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે . પત્રમાં લખ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોને કુદરતી આપતીઓ સામે રક્ષણ આપતી યોજના પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ કરી દીધી ત્યારબાદ ગુજરાતના ખેડૂતો માત્ર સરકારની રહેમ અને દયા પર આધારિત થઈ ગયા સરકારે 20 ઓગસ્ટ 2020 ના રોજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા તે યોજના 2 વર્ષ પરિપત્ર આધારિત માત્ર કાગળ પર રહી ગુજરાતના એકપણ ખેડૂતને એકપણ રૂપિયાની સહાય આ યોજના મુજબ આપવામાં આવી નહિ. આમ ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને રામ ભરોસે છોડી દીધા.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…