આપણું ગુજરાત

અંબાલાલે આ શું કહી નાખ્યું કે ગરબા પ્રેમીઓ રૂસણે ચઢી ગયા ?

નવરાત્રી શરૂ થાય તે પહેલા જ ગરબા પ્રેમીઓના પગ તળેથી મેદાન ખસી જાય તેવી વરસાદી આગાહી કરનારા અંબાલાલ પટેલે કકહ્યું હતું કે 7 થી 12 દરમિયાનની નવરાત્રી તમેં ગારા-કિચડમાં ખૂંદવી પડશે. છેલ્લા બે દિવસથી વાતાવરણ બની ગયું અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ધમધમાવીને પડી રહ્યો છે. અરબસાગરમાં સર્જાયેલી એક સિસ્ટમના કારણે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિના હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે જ વરસાદની આગાહી થતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત બન્યા છે. તો બીજી તરફ વરસાદ ધરતીપુત્રોની પણ મુશ્કેલી વધારી શકે છે. વરસાદની આગાહી વચ્ચે આજે સવારના સમયે અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

છેલ્લા બે નોરતામાં નવરાત્રીમાં ગરબાપ્રેમીઓને તરબોળ કર્યા પછી આવતી શરદ પૂનમ પછી પણ આ વરસાદ કેડો નહીં મેલે. અને રાજયભરમાં વરસાદી ઝાપટાઓ તમને ભાદરવાની ગરમીનો પ્રખર અહેસાસ નહીં થવા દે. એટલામાં ઠંડીનો રાઉન્ડ એટલે કે ચમકારો શરૂ થઈ જશે.

| Read More: Ambalal Patelએ ગુજરાતના હવામાનને લઈને આ કેવી આગાહી કરી…

એની પણ તારીખ આપતા અંબાલાલ કહે છે, લા નીનોની અસરને કારણે 27 ઓક્ટોબરથી ઠંડીની શરૂઆત થવાની સંભાવના છે. અને ઠંડીના ચમકારા વચ્ચે તમારો નવેમ્બર આરામ ડાક રીતે પસાર થશે. પણ ત્રીજી ડિસેમ્બર પછી ઠંડી તીવ્ર બનશે. 22 ડિસેમ્બર પછી તો ભૂક્કા કાઢી નાખતી ઠંડીનો અહેસાસ ગુજરાતને થશે. આ ઠંડીના રાઉન્ડમાં તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા જોવાઈ રહી છે.

તો હવામાન વિભાગ એવો ઈશારો કરે છે કે, આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય રહી અને તે પછી સિસ્ટમ બની. નવી રચાયેલી ડીપ લો પ્રેશર સિસ્ટમ હાલમાં ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે. જેના કારણે ભારતના ઉત્તર અને મધ્ય રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના નિર્દેશક દાસના વરસાદી અનુમાનને જોઈએ તો ‘ગુજરાત રાજ્યની આસપાસ હાલમાં બે વરસાદની સિસ્ટમ સક્રિય છે. જેમાં એક મોનસુન ટ્રફ જે દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે. તથા અન્ય એક સિસ્ટમ કે જે દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે સક્રિય છે. તેને કારણે આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.

| Read More: Gujarat Weather: ગુજરાતના આ બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ડેમ છલ છલો છ્લ

ગુજરાતમાં પ્રમાણમાં લગભગ 125 ટકા જેટલો સંતોષ પ્રદ વરસાદ થયા પછી પાણીની ભરપૂર આવકે 179 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 156 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ તો 70થી 80 ટકા ભરાયેલા 10 ડેમ વોર્નિંગ પર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button