આપણું ગુજરાત

Ambaji માં ભક્તોની ભીડ જામી, પ્રથમ દિવસે બે લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

અંબાજીઃ ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી(Ambaji)ખાતે 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે મેળામાં પ્રથમ દિવસે એક લાખ 93 હજારથી વધુ ભક્તો માતાજીના દર્શન માટે પહોચ્યા હતા. જ્યારે 1.68 લાખથી વધુ મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે.

શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા મુજબ ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે 12મી સપ્ટેમ્બરના રોજ 1,93,220 યાત્રિકો નોંધાયા છે. જ્યારે ઉડન ખટોલાનો ઉપયોગ કરનારા યાત્રિકોની સંખ્યા 2645 છે. પ્રથમ દિવસે 190 જેટલી ધજા રોહણ થયું છે. 27500 યાત્રિકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો છે. મોહનથાળ પ્રસાદના 1,68,250 પેટેકનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે ચીકીના પ્રસાદના 1930 પેટેકનું વિતરણ કરાયું છે. પ્રથમ દિવસે અંબાજી મંદિરે 1 ગ્રામ સોનાની આવક થઇ છે.

વહીવટી તંત્ર દ્વારા જે મેડિકલ ટીમોની વ્યવસ્થા

ભાદરવી પૂનમ મેળાના પ્રથમ દિવસ અંગે વિગતો આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમના મેળાનો પવિત્ર પર્વનો ગઈકાલે પહેલો દિવસ ઉજવાયો હતો. દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુ તમામ પગપાળા સંઘમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે. વહીવટી તંત્ર દ્વારા જે મેડિકલ ટીમોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં પણ 5000 જેટલા ભક્તોએ સારવાર લીધી છે. નિઃશુલ્ક જે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં પણ 18 હજારથી 25 હજાર જેટલા માઇભક્તોએ ભોજનનો પણ લાભ લીધો છે. ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે આ પવિત્ર જે તહેવાર અને મેળાની ઉજવણી માં અંબાના આગણે થઇ રહી છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે…