Ambaji મંદિર પરિસરમાં આવેલ થ્રીડી થિયેટરને ફાયર સેફટીની સુવિધાના અભાવે સીલ કરાયું
અંબાજી : રાજકોટમાં સર્જાયેલ TRP ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટના બાદ સરકાર હરકતમાં આવી છે અને રાજ્યમાં અનેક સ્થળે તપાસ ચાલી રહી છે. જેને પગલે શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં આવેલ થ્રીડી થિયેટરને પણ સીલ મારી દેવામાં આવ્યું છે. અહી થ્રીડી થિયેટરમાં ફાયર સેફટીની વ્યવસ્થા ન મળતા અધિકારીઓએ સીલ કરી દીધું હતું.
અંબાજી મંદિર પરિસરમાં જ આવેલા આ થિયેટરમાં બે થ્રીડી થિયેટર આવેલા છે. જેમાં 51 શક્તિપીઠની મૂર્તિઓ અને મહિસાસુર મર્દિનીની મોટી મૂર્તિ આવેલી છે. અહી લોકો ગ્લાસ વોક કરીને મજા લેતા હતા. અંબાજીમાં સ્થાપિત કાચનો પ્રથમ પુલ હતો કે જય લોકો આ કાચના પુલ ઉપર ચાલી એક નવો અનુભવ મેળવતા હતા. આ થિયેટરમાં 160 લોકોની કેપીસીટી હતી. માતાજીની ગુફાના નામે ઓળખાતા આ સ્થળમાં યંત્ર પણ બિરાજમાન કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં સર્જાયેલ TRP ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટના બાદ સરકાર હરકતમાં આવી છે અને જાહેર સ્થળો પર ફાયર સેફટીની સુવિધાને લઈને તપાસ કરી રહી છે. જ્યાં રોજના હજારો દર્શનાર્થીઓ આવતા હોય તેવા અંબાજી શક્તિપીઠના પરિસરમાં જ ચાલતા થ્રીડી થિયેટરમાં તપાસ કરતાં અહી ફાયર સેફટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. આથી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે.
આખું થિયેટર ફાઈબરમાંથી બનેલું છે. અને અહી આગ લાગે તો મોટી દુર્ઘટના સર્જાય શકે છે. અહી રોજના હજારો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તેમ છતાં અહી કોઈ ફાયર સેફટીની સુવિધા હતી જે ખૂબ જ મોટી બેદરકારી કહેવાય.