ગબ્બર અંબાજી જનાર ભક્તો માટે ખાસ સૂચના : નહીંતર થશે “ધરમધક્કો”
અંબાજી : વેકેશનની ઋતુ ચાલુ રહી છે અને લોકો અત્યારે પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ જામતી હોય છે. તો આવા સમયે અંબાજી જતાં લોકો માટે ખાસ સમાચાર છે કારણ કે અંબાજી ગબ્બરમાં (gabbar in ambaji)ચાલી રહેલા નવીનીકરણના કામને લીધે કરાયેલી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.
અત્યારે અંબાજી ખાતે ગબ્બરનાં પગથિયાનાં નવીનીકરણને લઈ ગબ્બર પર ચઢવાનાં એક તરફનાં પગથિયાને બંધ કરવામાં આવ્યા છે. આથી દર્શનાર્થીઓએ ઉતરવાનાં પગથિયાંના રસ્તે જ ચઢવાનું રહેશે. તેમજ તેજ પગથિયાથી નીચે ઉતરવું પડશે. દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મંદિર ટ્રસ્ટર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ જે પગથિયા છે તે નાના હોવાનાં કારણે ભક્તોને પગથિયા ચડવામાં તકલીફ પડતી હતી.
અંબાજી યાત્રાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. તેમજ અમુક લોકોને પગથિયા ચડી ગબ્બર પર દર્શન કરવાની માનતા પણ રાખેલી હોય છે. વહીવટી તંત્ર દ્વારા ગબ્બર પર દર્શન કરવા જતા લોકો માટે એક તરફનાં પગથિયા ખુલ્લા રાખવામાં આવ્યા છે. જ્યાંથી દર્શનાર્થીઓએ ચડવાનું તેમજ ઉતરવાનું રહેશે. હાલ ગબ્બર ખાતે વિવિધ વિકાસલક્ષી કામો કાર્યરત છે. હાલ પગથિયાનું નવીનીકરણની કામગીરી ચાલી રહી છે.
ગબ્બર પર દર્શન કરવા આવા દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા ગબ્બર પરથી ઉતરવાનાં પગથિયાથી જ યાત્રાળુઓએ પગથિયા ચડવાનાં રહેશ. તેમજ ઉતરવા માટે પણ એજ પગથિયાનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ તમામ યાત્રાળુઓ દ્વારા વ્યવસ્થામાં સહયોગ આપવાનું મંદિરનાં વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક એસ.મોદીએ જણાવ્યું હતું.