આપણું ગુજરાતધર્મતેજ

અંબાજીમાં 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ ઊકળી રહ્યો છે , પહોચો ભાદરવી મેળે…

આરાસૂરની રાણી અંબા કરે રે કિલ્લોલ, કરે રે કિલ્લોલ માડી કરે રે કિલ્લોલ,જેવા ભક્તિ ગરબાથી કોઈ ગુજરાતી અજાણ નથી. જી હા વાત થાય છે માતા અંબા ની. રાજસ્થાનની સરહદને અડીને આવેલા અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. અંબાજીના પ્રસાદ તરીકે મોહંથાળનું મહાત્મ્ય પણ ઓછું નથી. કોરોના કાળ વખતે મોહનથાળનો પ્રસાદ ભલે એક વિવાદનું કારણ બન્યો હોય પરંતુ 12 સપ્ટેમ્બરથી એક અઠવાડિયું ચાલનારા ભાદરવી પૂનમના મેળામાં આવનારા ભક્તો માટે અંદાજે 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ ઊકળી રહ્યો છે. અંબાજી મહામેળામાં આવતા તમામ ભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ નવી કોલેજ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બની રહ્યો છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા 1000 ઘાણ એટલે કે 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ બનાવવાનું આયોજન છે.

આ પણ વાંચો : Ambaji ગબ્બર વિસ્તારમાં 22 દિવસથી દેખાતું રીંછ આખરે પકડાયું

ભાદરવી પૂનમના મેળે આવનારા ભક્તોને પ્રસાદની સરળતા માટે અંબાજીમાં આવેલી નવી કોલેજના પ્રસાદઘરમાં મોહનથાળ બનાવવાની કામગીરી શરૂ થઈ છે. આ મોહનથાળ બેસન, દૂધ, બનાસ ઘી, ખાંડ, ઈલાયચીથી જેવા પોષક તત્વો સાથે ઉચ્ચ ગુણવતાયુક્ત પ્રસાદ તૈયાર થાય તેની દેખરેખ પણ રાખવામા આવી રહી છે.પ્રસાદ તૈયાર થઈ ગ્યાં બાદ તેને ચોકીમાં ઢાળવામાં આવશે. આ પછી બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે અને પછી મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઇન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવશે.

અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ માહિતી આપતા કહ્યું કે, આ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈ માઈભક્તો માટે વિપુલ પ્રમાણમાં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે. અંબાજી ટ્રસ્ટ વતી હાલમાં 1000 ઘાણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં 1 ઘાણ બરાબર 325 કિલો થાય, આમ આખા મેળા દરમિયાન 3 લાખ 25 હજાર કિલો મોહનથાળનો પ્રસાદ બનશે. હાલથી પ્રસાદ સ્ટોક કરવાની કામગીરી શરૂ કરાઈ છે અને વધુ જરૂત પડશે ત્યારે વધુ પ્રસાદ બનાવવા માટેની પૂરતી તૈયારીઓ છે. અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભાં કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button