આપણું ગુજરાત

અંબાજી હાઈવે પર ખાનગી બસે પલ્ટી મારી, 30થી વધુ મુસાફરોને ઇજા

બનાસકાંઠા: અંબાજી-દાંતા વચ્ચે આવેલા ત્રિશૂલિયા ઘાટ પર એક ખાનગી બસનો અકસ્માત થયો છે જેમાં 30થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. મીડિયા અહેવાલો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ બસમાં 50થી વધુ ખાનગી મુસાફરો સવાર હતા. મોટાભાગના મુસાફરો જામનગર, મોરબી અને રાજકોટના છે.

છેલ્લા 20 દિવસથી બસ યાત્રા પર નીકળી હતી અને આ યાત્રિકો અંબાજી દર્શન કરીને ત્યાંથી મોઢેરા જઇ રહ્યા હતા તે દરમિયાન બસ ત્રિશૂળિયા ઘાટ પાસે ઓચિંતા જ પલટી ખાઇ ગઇ હતી. દાંતા તાલુકાના ઘણા રસ્તા પહાડી અને ઢોળાવવાળા હોવાને કારણે આ રસ્તા પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે.

અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસકર્મીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવી રહ્યા છે. અકસ્માતના મૂળ કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

સંબંધિત લેખો

Back to top button