આપણું ગુજરાતઆમચી મુંબઈ

મુંબઈથી નાનું હોવા છતાં પણ સુરત છે પણ ગેરકાયદે ટિકિટ બુકિંગ અને એજન્ટનું હબ

મુંબઈઃ પશ્ચિમ રેલવેના વિજિન્લેસ ડિપાર્ટમેન્ટ અને અન્ટ ટીમની મદદથી ચાલેલા 36 કલાકના ઓપરેશન બાદ આખરે ગુજરાતના સુરત વિસ્તારમાંથી ટિકિટ બુકિંગ એજન્ટની ધરપકડ કરી છે. રેલવે દ્વારા આ બાબતે માહિતી આપવામાં આવી હતી કે આવું પહેલી જ વખત થયું છે કે એજન્ટ અને એમની ટોળકી સામે આઈપીસી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોય.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર આરોપી રાજેશ મિત્તલના ટિકિટ બુકિંગ હિસ્ટ્રી પરથી એવું જાણવા મળ્યું હતું કે તેણે અત્યાર સુધીમાં 4.50 કરોડ રૂપિયાની ટિકિટ્સ બુક કરી હતી. આરોપીએ 24મી મેથી 24મી જૂન સુધીમાં આરોપીએ આ જ ગેરકાયદે સોફ્ટવેરથી કલ 598 પીએનઆર જનરેટ કર્યા હતા, જેની કિંમત 14 લાખ રૂપિયાથી વધુ હતી. દર પીએનઆર હેઠળ 700 રૂપિયા એક્સ્ટ્રા આરોપીએ વસૂલ્યા હતા.

વિજિલેન્સ ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આરોપી પાસેથી જપ્ત કરવામાં આવેલા તમામ લેપટોપમાંથી 54 લાઈવ ટિકિટનો રેકોર્ડ મળ્યો હતો અને આ તમામ ટિકિટોના પીએનઆરને બ્લોક કરવાનો આદેશ આપવમાં આવ્યો છે. આનો સીધેસીધો અર્થ એ છે કે આ પીએનઆર ટિકિટ પર પ્રવાસીઓ પ્રવાસ નહીં કરી શકે.
ટિકિટ બુકિંગ કૌભાંડનું સુરત કનેક્શન?

આ પણ વાંચો : પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણીને લઈને પોલીસનું નિવેદન, કહ્યું ‘પોલીસની પ્રસંશનિય કામગીરીને ખોટી રીતે કરાઇ રજૂ’

ઉનાળાની રજા અને તહેવારોની સિઝનમાં જ્યારે સંબંધિત ટીમના અધિકારીઓએ ઈ-ટિકિટ બુક કરાવનારા પ્રવાસીઓને પૂછપરછ કરી હતી અને એમાંથી 90 ટકા પ્રવાસીઓને એ વાતની જાણકારી નહોતી કે તેમની ટિકિટ કઈ આઈડી પરથી બુક કરવામાં આવી છે. દરમિયાન પ્રવાસીઓ દ્વારા આપવામાં આવેલા નંબર વિશે તપાસ કરવામાં આવી તો વારંવાર સૂરતની કોઈ ટ્રાવેલ એજન્સી કે એજન્ટના નામ સામે આવ્યા હતા. બધા ડોટ્સ કનેક્ટ કરીને જ આખરે અધિકારીઓએ ગુજરાતના સૂરત રાજેશ મિત્તલ જેવા મોટા માથા સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

પાંચ રાઉટર, 150Mbpsની સ્પીડ, 973 આઈડી
તપાસ દરમિયાન આરોપીની ઓફિસમાંથી પાંચ વાઈફાઈ રાઉટર મળી આવ્યા હતા અને ટિકિટ બુક કરવા માટે 150Mbpsની સ્પીડનું ઈન્ટરનેટ વાપર્યું હતું. આઈઆરસીટીસીની 973 આઈડીની સાથે સાથે ગદર અને નેક્સસ જેવા ગેરકાયદેસર સોફ્ટવેર મળી આવ્યા હતા. આ સોફ્ટવેર આઈઆરસીટીસીના થર્ડ પાર્ટી પેમેન્ટ ગેટવેની સિક્યોરિટી ફાયરવોલ હેક કરવા માટે ઓનલાઈન મંગાવ્યા હતા.

કેમ સૂરત બની રહ્યું છે ઈ-ટિકિટ બુકિંગનું જામતાડા?
પશ્ચિમ રેલવેમાં ટિકિટ ડિમાન્ડમાં મુંબઈથી પણ સુરતની સૌથી વધુ બોલબાલા છે અને એના કારણ વિશે વાત કરીએ તો સુરતમાં આવેલી ફેક્ટરીઓમાં લાખોની સંખ્યામાં ઓડિશા, બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો કામ કરે છે. સુરત ભલે મુંબઈથી નાનુ છે પણ અહીં ટિકિટની ડિમાન્ડ સૌથી વધારે છે. આ જ કારણ છે કે સુરતની નાનામાં નાની ગલીઓમાં પણ તમને ટિકિટ બુકિંગ એજન્ટ મળી આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker