આપણું ગુજરાત

હવે આ બે લોકડાયરા કલાકારો પર હિન્દુ-દેવી દેવતાના અપમાનના આક્ષેપો


સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વકર્યા બાદ સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાં દેવી દેવતાઓને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ હજુ પૂર્ણપણે શમ્યો નથી ત્યારે ગુજરાતના જાણિતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે દેવી દેવતાઓના અપમાનને લઈને ફરિયાદ આપવામાં આવી છે.
મીડિયા રિપોર્ટેસ અનુસાર અમદાવાદના રહેવાસીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ગુજરાતના જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી સામે દેવી દેવતાઓના અપમાનને લઈને ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, ફેસબુક પર અપના અડ્ડા નામના ગ્રુપમાં રિલ્સ જોતાં તેમાં ડાયરા કલાકાર માયાભાઈ આહીર દ્વારા હિન્દુ ધર્મના દેવોના દેવ ભગવાન શિવ સહિત માતા પાર્વતી, ગણેશ, કાર્તિકેય આ તમામ દેવોનું હળહળતું અપમાન જોવા મળ્યું હતું. ભગવાન શિવ વિશે તુકારા અને અપમાનજનક ભભૂતીઓ અને મારો રોયો એવા શબ્દોનો ઉપયોગ કરી જાહેરમાં જોક્સ સંભળાવતા અને સાથે માયાભાઈ આહીરના બાજુમાં જ સ્ટેજ ઉપર બેઠેલ ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પોતે પણ જાહેરમાં ખડખડાટ હસી રહ્યા છે અને માયાભાઈ આહીર દ્વારા જાહેર સ્ટેજ ઉપર ભગવાન શિવનું હળહળતું અપમાન કરાતા ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.
ફરિયાદીએ બંને કલાકારો સામે ધાર્મિક લાગણીઓ દુભાવવાની કલમો હેઠળ ધારાધોરણસરનો ગુનો દાખલ કરી ફરીયાદ કરવા અરજી કરી છે.ત્યારબાદ 9મી સપ્ટેમ્બરે સાજે મોબાઈલમાં ફેસબુક જોતાં જગતના નાથ દ્વારકાધિશનું પણ હળહળતું અપમાન માયાભાઈ આહીર દ્વારા કરાતાં અને જાહેરમાં ભગવાન ધ્વારકાધીશને તુકારા શબ્દથી અને ઘોડા જેવો એકલો ઉભો છે તેવો અપમાનજનક શબ્દ પ્રયોગ કરીને જોક્સ સંભળાવી આ હિન્દુ ધર્મના ભગવાનનું હળહળતું અપમાન કરાતાં ધાર્મિક લાગણીઓ દુભાઈ છે માટે આ બંને કલાકારો સામે ધાર્મિક લાગણીઓ દુભાવવાની કલમો હેઠળ ધારાધોરણસરનો ગુનો દાખલ કરી ફરીયાદ દાખલ કરવા અરજી કરી છે. જોકે હજુ તેમની અરજીના આધારે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું નથી.
લોકકલાકારો ભગાનને તુકારે બોલાવવા જેવી છૂટછાટ લેતા હોય છે, આથી તેમણે ખરેખર દેવી દેવતાઓનું અપમાન કર્યું છે કે કેમ તે અંગે મુંઝવણ છે. અશોક વાઘેલા કે પોલીસનો સંપર્ક થઈ શક્યો નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button