રાજકોટમાં યુવકને પોલીસના મળતીયાઓ દ્વારા માર મારવાનો આક્ષેપ

રાજકોટ: આજરોજ રાજકોટ ખાતે મહેન્દ્રસિંહ પરમાર નામના ઇજાગ્રસ્ત યુવકે રાજકોટ પોલીસ કર્મચારીઓ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.
બનાવની વિગત મુજબ એક વર્ષ પહેલાં મહેન્દ્રસિંહ પરમાર નામના યુવક સહિત અન્ય 2 યુવકનો યુનિવર્સિટી પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાની પૂછપરછ માટે લઈ આવ્યા હતા. પોલીસ દ્વારા યુવકની પૂછપરછના બહાને ત્રણેય યુવકોને એક બીજાના ગુપ્તાંગો વડે અશ્લીલ હરકતો કરાવી હતી. બાદમાં ત્રણેય યુવકો દ્વારા યુનિવર્સિટી તપાસનીશ પોલીસ કર્મચારી હરપાલસિંહ, જેન્તિગીરી, એ.બી.જાડેજા, યુવરાજ સિંહ, બલભદ્રસિંહ સહિતના પોલીસ કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
ફરિયાદ પાછી ખેચવા મહેન્દ્રસિંહ નામના યુવકને દબાણ કરવામાં આવતું હતું જેનો ખાર રાખી પોલીસના મળતીયાઓ હર્ષદ બેલીમ અને કાલી નામના દારૂના ધંધાર્થીઓ દ્વારા પોલીસ વિરુદ્ધ કરેલ ફરિયાદ પાછી ખેંચવાનું કહી મારમારવામાં આવ્યો હતો.