આપણું ગુજરાત

અમૂલને વિશ્વની નંબર વન ડેરી બનાવવા તમામ સહયોગની ગેરંટી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: 50 વર્ષ પહેલા ગુજરાતનાં ગામોએ મળીને સહકારી ક્ષેત્રે જે છોડ વાવ્યો એ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને તેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાઈ છે. અમૂલ વિશ્વની નંબર વન ડેરી બને એ માટે સરકાર તમામ સહયોગ આપશે, એ મોદીની ગેરંટી છે, એવું વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિગ ફેડેશનને તેની સુવર્ણ જયંતી પર શુભેચ્છાઓ પાઠવતા વડા પ્રધાને જણાવ્યું હતું કે આઝાદી પછી દેશમાં ઘણી બધી બ્રાન્ડ બની, પરંતુ અમૂલનો વિકાસ અભૂતપૂર્વ રહ્યો છે, આજે અમૂલ દેશના પશુપાલકોના સામર્થ્યની ઓળખાણ બની ગયું છે. નારીશક્તિના સશક્તીકરણ પર ભાર મૂકી વડા પ્રધાને કહ્યું હતું કે, દેશને વિકસિત બનાવવા માટે દેશની પ્રત્યેક મહિલા આર્થિક રીતે સશકત બને તે જરૂરી છે. એટલે જ, અમારી સરકાર મહિલાઓની આર્થિક શક્તિ વધે તે દિશામાં કામ કરી રહી છે. મહિલાઓની આર્થિક શક્તિ વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. મુદ્રા લોન હોય કે પીએમ આવાસ યોજના, દરેક યોજનામાં નારીશક્તિને અગ્રતા આપવામાં આવી રહી છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે, આજે અમૂલ જે સફળતાની ઊંચાઈ પર છે તે ફકત મહિલાશક્તિના કારણે છે. આજે જ્યારે ભારત ‘વિમેન લેડ ડેવલોપમેન્ટ’ ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના ડેરી સેકટરની આ સફળતા દેશ માટે મોટી પ્રેરણા બની રહેશે.
ખેડૂતોના વિકાસ માટે કરવામાં આવેલા કાર્યો વિશે વાત કરતા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ખેડૂતોનું જીવન કેવી રીતે સાં બને તે હંમેશાંથી અમારો લક્ષ્યાંક રહ્યો છે. અમે ગ્રામીણ ભારતના દરેક પાસાને પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યાં છીએ. નાના ખેડૂતોના સશક્તીકરણ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમારી સરકાર અન્નદાતાને ઊર્જાદાતા બનાવવાની સાથે સાથે ઉર્વરકદાતા (ખાતરદાતા) બનાવવા પર ભાર મૂકી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button