આપણા ગુજરાતી કાશ પટેલની અમેરિકન ગર્લફ્રેન્ડ વિશે જાણો છો?

આપણા ભારતીય અને ગુજરાતી પટેલ પરિવારના દિકરા કાશ પટેલે ગીતા પર હાથ રાખી અમેરિકાની સૌથી મોટી તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર તરીકે શપથ લીધા. આ પ્રસંગે જો તમે નિરખીને જોયું હોય તો તેની બાજુમાં એક નાજુક નમણી સુંદર યુવતી ઊભી છે. આ યુવતી આપણા કાશ પટેલની પસંદ છે એટલે કે તેની ગર્લફ્રેન્ડ છે. તેનું નામ છે એલેક્સિસ વિલ્કિન્સ છે.
Also read : લોકસભા ચૂંટણીમાં US Funding ના દાવાએ વિવાદ સર્જ્યો, વિદેશ મંત્રાલયે આપી આ પ્રતિક્રિયા
ન્યૂયોર્કના ગુજરાતી પરિવારમાં જન્મેલા કશ્યપ પ્રમોદ પટેલ એટલે કે કાશ પટેલ એફબીઆઈના નવમાં ડિરેક્ટર છે. શપથ સમયે ગર્લફ્રેન્ડ અને તેનાં પરિવારજનો પણ હાજર હતા. વિલ્કિન્સ શપથ ગ્રહણ સમારોહમાં સફેદ ડ્રેસમાં દેખાઈ હતી અને શપથ ગ્રહણ સમયે કાશ પટેલની બાજુમાં ઉભી હતી. તેમજ કશ પટેલ માટે ગર્વ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. તેણે પોતાના એક્સ એકાઉન્ટ પર આ શપથનો વીડિયો પણ શેર કર્યો છે. તેમના વિશે મીડિયામાં ઘણી માહિતી શેર થઈ રહી છે.
કોણ છે એલેક્સિસ વિલ્કિન્સ

સ્વાભાવિક છે કે કાશની ગર્લફ્રેન્ડ હોય એટલે તે કંઈ સામાન્ય તો નહીં જ હોય. એલેક્સિસ વિલ્કિન્સ સિંગર, લેખક છે. તે રિપબ્લિકન પ્રતિનિધિ અબ્રાહમ હમાદે માટે પ્રેસ સેક્રેટરી તરીકે પણ કામ કરે છે. વિલ્કિન્સ અમેરિકાના અરકાનસાસમાં ઉછરી છે. તેમણે તેમના જીવનનો પ્રારંભિક ભાગ ઈંગ્લેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડમાં વિતાવ્યો. તેમની ગાયકી કારકિર્દીમાં, વિલ્કિન્સ સારા ઇવાન્સ અને ગોડ બ્લેસ ધ યુએસએના લી ગ્રીનવુડ માટે શરૂઆતના અભિનય માટે પણ જાણીતા છે.
Also read : ટ્રમ્પના હનુમાન ગણાતા કાશ પટેલ બન્યા FBIના ડાયરેક્ટર, જાણો શું છે ગુજરાત કનેકશન

એલેક્સિસ વિલ્કિન્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રમ્બલ પર બિટવીન ધ હેડલાઇન્સ નામનું પોડકાસ્ટ પણ હોસ્ટ કરે છે.
કાશ અને એલેક્સિસ વિલ્કિન્સ 2022માં એક કોન્સર્ટમાં મળ્યા હતા અને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. આ પરિચય પ્રેમમાં પરિણમ્યો અને 2023થી તેઓ રિલેશનશિપમાં છે. તેવું વિવિધ અમેરિકન મીડિયા દ્વારા જાણવા મળે છે.