Alert! સુરત પોલીસનો Navratriમાં ગરબા રમવા જતી યુવતીઓ માટે ખાસ સંદેશ, જાણો વિગતે
સુરત: ગુજરાતમાં નવરાત્રીના(Navratri)પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જ્યારે ખેલૈયાઓમાં નવરાત્રીને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ દરમ્યાન પોલીસ દ્વારા પણ નવરાત્રીના તહેવારોમાં મહિલાઓની સુરક્ષાને લઇને ખાસ તકેદારી રાખવામાં આવે છે. તેવા સમયે સુરત પોલીસે ગરબા રમવા જતી યુવતીઓને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી સૌ દીકરીઓ માટે એક ખાસ મેસેજ જાહેર કર્યો છે.
સુરત પોલીસનો ખાસ સંદેશ
- તમે જયાં ગરબા રમવા જવાના હોવ એનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જવાનાં હોવ એ સાથીદારો/મિત્રોના મોબાઇલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો.
-ગરબા રમવા જાવ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન મોડ પર રાખજો.
-અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્યપદાર્થ ખાશો નહીં.
-અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વિડીયો શૅર ન કરશો.
-સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો.
-ગરબા રમવા જાવ ત્યારે પરિચિત ગૃપમાં જ રહેજો, અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે એમને લિફ્ટ આપવાનું ટાળજો.
-કોઈપણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરુ જગ્યાએ ન જશો.
-ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા- આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો.
-રાત્રિના સમયે જો કોઇ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો
નવરાત્રી દરમ્યાન સુરતમાં પોલીસની SHE ટીમ ટ્રેડીશનલ કપડામાં ફરજ બજાવશે તેમજ ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે. સુરત પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે. આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે.