આપણું ગુજરાત

બે દિવસ ગુજરાતમાં એલર્ટ- સુરત-વલસાડ સહિતના જિલ્લાઓમાં દનાદન વરસાદ

દેશના પહાડો અને મેદાનો પર આફતના ઓળા ઉતરી આવ્યા છે. કેરળના વાયનાડની તબાહી બાદ સેના ‘ઓપરેશન જિંદગી’ હાથમાં લઈને મિશન પર છે.રાહત-બચાવના કાર્ય પૂરજોશમાં છે. આ તરફ ઉત્તરાખંડમાં પણ તબાહી મચી છે. ભૂ-સ્ખલનથી કેન્દ્ર સરકાર પણ ચિંતીત છે ત્યારે, ગુજરાતમાં પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભા દ્વારા આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્રીજી ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર-હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, ખેડા, ભરૂચ, તાપી, અમદાવાદ, આણંદ, વડોદરા, ડાંગ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ છલકાયા: 9 હાઇ એલર્ટ પર

દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદ

હવામાન વિભાગ દ્વારા 4 ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 ઓગસ્ટના રોજ પણ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નગર-હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારો દરિયો ના ખેડે-ચેતવણી

આગામી 3 દિવસ દરિયાકાંઠાના જિલ્લાઓમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે. પવનની ઝડપ 45 કિમી પ્રતિ કલાક અને એનાથી વધુ રહશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 1 જૂનથી અત્યારસુધીમાં ગુજરાતના ગ્રામ્યમાં 414 મિમી જેટલો વરસાદ વરસ્યો છે, જે સમાન્ય વરસાદ છે. જ્યારે સૌરાષ્ટ્રના ગ્રામ્ય 45 ટકા જેટલો વધુ વરસાદ વરસ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે