અમદાવાદમાં વસ્ત્રાપુર લેક પાસે જાહેર માર્ગ પર નબીરાઓની દારૂની મહેફિલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં દારૂબંધીના લીરેલીરા ઊડ્યા છે. જેમાં વસ્ત્રાપુર લેક પાસે જાહેર માર્ગ પર દારૂની બોટલો મળી આવી હતી. નબીરાઓ વસ્ત્રાપુર લેક પાસે દારૂની મહેફિલ કરતા પોલીસ પેટ્રોલિંગના દાવાઓ પર સવાલ ઊઠયા છે.
ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. વસ્ત્રાપુર લેક પાસે જાહેર માર્ગ પર દારૂની બોટલોનો ખડકલો જોવા મળતા જાહેરમાર્ગો પર દારૂ પીવાઇ રહ્યો છે. ત્યારે પોલીસ પેટ્રોલિંગના દાવાઓ પર સવાલ ઉઠયા છે. તાજેતરમાં ઇસ્કોન અકસ્માત, સિંધુ ભવન કાર અકસ્માત છતાં પોલીસને ચેકીંગમાં રસ નથી. અકસ્માત અટકાવવા ચેકિંગના ગુજરાત હાઈ કોર્ટે પણ આદેશ આપ્યા છે. જેમાં આદેશનોનું પાલન કરવામાં પોલીસને કોઇ રસ નથી, જેમાં વસ્ત્રાપુર લેક ફૂડ કોર્ટ પાસે જ દારૂની બોટલોનો ખડકલો જોતા નબીરાઓ વસ્ત્રાપુર લેક ફૂડ કોર્ટથી જમવાનું લઇ પીવાનો પ્રોગ્રામ પણ કરે તેવું લાગી રહ્યું છે. ઉ