આપણું ગુજરાતટોપ ન્યૂઝ

આખરે બંધ થયેલી પોરબંદર – મુંબઈ વિમાન સેવા ફરી શરૂ થઈ: જાણો વિગતો…

અમદાવાદઃ પોરબંદરમાં વિમાની સેવા ફરી શરૂ થઈ છે. શનિવારે મુંબઈથી સવારે 11:10 કલાકે ઉડાન ભરેલું વિમાન બપોરે 12:50 કલાકે પોરબંદર એરપોર્ટ પર ઉતર્યું હતું. હવે સપ્તાહમાં બે વખત મુંબઈ-પોરબંદર વચ્ચે વિમાની સેવા ઉપલબ્ધ રહેશે.

કોરોના કાળથી સર્વિસ હતી બંધ

1980ના દાયકાથી પોરબંદરમાં મુંબઈ, અમદાવાદ અને દિલ્હી સુધીની વિમાની સેવા કાર્યરત હતી. જો કે, કોરોના મહામારી દરમિયાન આ સેવા બંધ થઈ ગઈ હતી. ત્રણ વર્ષથી બંધ રહેલી આ સેવાને ફરી શરૂ કરવા માટે વેપારીઓ અને વિવિધ સંસ્થાઓએ રજૂઆત કરી હતી. પ્રથમ વિમાનના આગમન પર પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે મુસાફરોનું ગુલાબના પુષ્પથી સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો : આ છે રાજકોટનું ‘આંતરરાષ્ટ્રીય’ એરપોર્ટઃ જ્યાંથી દોઢ વર્ષ પછી પણ એકેય ફ્લાઈટ વિદેશ જતી-આવતી નથી!

ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, આ વિમાની સેવાથી પોરબંદર અને આસપાસના જિલ્લાના લોકોને લાભ મળશે. શહેરીજનોએ પણ વિમાની સેવા ફરી શરૂ થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button