આપણું ગુજરાત

એટીએમ ચોરોની હવાઇ યાત્રા ચંદીગઢથી આવી ગેસ કટર વડે એટીએમ કાપી ચોરી કરી ઊડી જતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ઇન્ડસઇન્ડ બેન્કના એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ નોંધાયા પછી તપાસમાં બહાર આવ્યું છે કે ચોર ચંદીગઢથી વિમાનમાં આવી ચોરી કરી વિમાન પકડી ચંદીગઢ જતા રહ્યા હતા.

ગુનાના આરોપીઓને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ મોટાં શહેરોમાં જ્યાં ગીચ વિસ્તાર હોય ત્યાં પહોંચીને આખો દિવસ એટીએમની રેકી કરી ગેસ કટરથી એટીએમને કાપીને લાખો રૂપિયાની ચોરી કરી ભાગી જતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી તેમાં ટેક્નિકલ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ દ્વારા પંજાબના મુત્સર જિલ્લાના રહેવાસી સમરજોતસિંહ સંકોતસિંહ હરદીપસિંહ અરોડા અને પંજાબના ફિરોજપુર જિલ્લાના રહેવાસી રવિન્દરસિંઘ ગીલની ધરપકડ કરીને તેમની પાસેથી ૩ લાખની રોકડ રકમ સહિત ૩.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે, તેઓ પ્લેન મારફતે ચંદીગઢથી અમદાવાદ ઈન્ડીગો ફલાઈટમાં આવતા હતા અને હોટલમાં બનાવટી ઓળખ પુરાવાના આધારે રોકાયા હતા. બનાવટી/ડુપ્લિકેટ આધારકાર્ડ વડે ઓએલએક્સ મારફતે ટુવ્હિલર ખરીદ્યું હતું. હોટલ નજીકમાં આવેલા એટીએમ સેન્ટરો ઉપર રેકી કરી હતી. બાદમાં ઈન્ડસઈન્ડ બેંકના એટીએમ સેન્ટરની રેકી કરી તેમાંથી રોકડા રૂપીયા ચોરી કરવાનું નક્કી કર્યું હતું. ગુગલ મેપની મદદથી આજુબાજુના વિસ્તારમાંથી ગેસ કટરનો સામાન, ઓક્સિજન સિલિન્ડર અને ગેસની બોટલ લાવ્યા હતા. મોડી રાતના બે વાગે એટીએમ સેન્ટરમાં ગેસ કટરના સાધનો સાથે અંદર પ્રવેશી એટીએમનું શટર બંધ કરી બહાર વોચ રાખી ગેસ કટર વડે એટીએમ મશીનનો એક ભાગ કાપ્યો હતો.

એટીએમમાંથી કુલ ૧૦.૭૨ લાખ રૂપિયાની ચોરી કરી હોટલ આવી ગયા હતા. હોટલ ખાતેથી પોતાનો સામાન લઈ અમદાવાદ એરપોર્ટથી બનાવટી/ડુપ્લિકેટ આધારકાર્ડ વડે ઈન્ડીગો એરલાઈન્સની દિલ્હીની ફલાઈટની ટિકિટ લઈ જતા રહેલ હોવાનું
જણાવ્યું હતુ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?