આપણું ગુજરાત

ભુજથી મુંબઈને જોડતી એર ઇન્ડિયાની ડેઈલી ફ્લાઈટ શરૂ: પ્રથમ દિવસે જ ૩૦ પ્રવાસી મળ્યા(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ: કચ્છના મુખ્યમથક ભુજથી માયાનગરી મુંબઈને જોડતી વધુ એક દૈનિક ઉડાનનો શુભારંભ થતાં કચ્છીમાડુઓમાં આનંદ પ્રસર્યો છે. મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી ૧૨૨ મુસાફરોને લઈ ભુજના એરપોર્ટ પર ઊતરેલી ઍર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટનું વોટર કેનન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વળતી ફ્લાઈટમાં ભુજથી ૧૧૩ જેટલા મુસાફરો અડધું કચ્છ જ્યાં વસે છે એવા મુંબઈ ગયાં હતાં.

અત્યાર સુધી ભુજથી મુંબઈને જોડતી દૈનિક અલાયન્સ ઍરની માત્ર ૭૦ બેઠકોની મોટાભાગે ઓવરબુક્ડ રહેતી એક જ ફ્લાઈટ ઉપલબ્ધ હતી. આ ઉપરાંત એક વિમાન દિલ્હીથી કંડલા વાયા મુંબઈ વચ્ચે ઉપલબ્ધ છે. ડાયનેમિક ફેર સિસ્ટમના લીધે પ્રવાસીઓને ઊંચું ભાડું ચૂકવવાની નોબત આવતી હતી. નવી ઍર ઈન્ડિયાની આ ફ્લાઈટમાં આઠ બિઝનેસ ક્લાસ અને ૧૪ ઈકોનોમી ક્લાસની બેઠકોની સુવિધા છે. ઍર ઈન્ડિયાની બીજી ફ્લાઈટ શરૂ થતાં પ્રવાસીઓને ઊંચા ભાડા ચૂકવવામાંથી મોટી રાહત મળશે. જે પ્રવાસીઓ ભુજથી જ ઍર ઈન્ડિયાની કનેક્ટિંગ ફ્લાઈટમાં લંડન, દુબઈ, મસ્કત કે ઓમાન જવા ઈચ્છતાં હોય તેમને લગેજ ટ્રાન્સફર અને ક્લિયરન્સની ઝંઝટ નહીં રહે. ભુજમાં લગેજ લોડ કર્યાં બાદ તેમણે મુંબઈ એરપોર્ટ પર ઊતરીને ફક્ત ઈમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અત્યાર સુધી પ્રવાસીઓ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થાય ત્યારબાદ લગેજ લઈને ફરી કનેક્ટિંગ ફ્લાઈટમાં લોડ કરે તેમાં બિનજરૂરી એકથી દોઢ કલાક સુધીનો સમય વેડફાતો હતો. ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ઍર ઈન્ડિયા ૪૦ કિલોગ્રામ સુધીનું લગેજ લઈ જવા દે છે. જ્યારે અન્ય ઈન્ટરનેશલ ફ્લાઈટમાં લગેજની મર્યાદા નક્કી કરેલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker