રાજ્યના આ પ્રવાસન સ્થળો અને યાત્રાધામોને જોડતી એર કનેક્ટિવિટી સેવાનો થશે પ્રારંભ
ગુજરાતીઓ રાજ્યના પવિત્ર યાત્રાધામોની ઝડપી મુલાકાત લઈ શકે તે માટે સરકારે મહત્વની પહેલ કરી છે. રાજ્યના સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા મુખ્ય ધાર્મિક સ્થળોને એક કનેક્ટિનિટીથી જોડી શકાય તે માટે ખાસ યોજના બનાવી છે. રાજ્યના સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા મુખ્ય સ્થળો પર ધાર્મિક પર્યટનની સુવિધાને વેગ આપવા માટે, GUJSAIL (ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ) UDAN યોજના હેઠળ રાજ્ય-રાજ્ય કનેક્ટિવિટી ફ્લાઇટ્સ શરૂ કરવા તૈયારી શરૂ કરી છે. આ ફ્લાઈટ્સ નવેમ્બર કે ડિસેમ્બર સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે.
ગુજરાત સરકારે રાજ્યના ધાર્મિક સ્થળોમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે શકાય તે ખાસ યોજના બનાવી. આ યોજના હેઠળ ગુજસેલ અમદાવાદ અને વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા મુખ્ય ધાર્મિક કેન્દ્રો માટે ફ્લાઇટ્સ શરૂ કરશે.
ગુજસેલના ચીફ ઓપરેટિંગ ઓફિસર પારુલ માનસત્તાએ પ્રવાસીઓની જરૂરિયાતો પૂરી કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, ખાસ કરીને એનઆરઆઈ, જેઓ ઘણી વાર ટૂંકી સમયમર્યાદામાં બહુવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માગે છે.
પારુલ માનસત્તાએ વધુમાં જણાવ્યું કે, “ટૂંકા ગાળામાં બહુવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની માંગ પ્રવાસીઓ, ખાસ કરીને એનઆરઆઈમાં સૌથી વધુ છે. કેશોદ એરપોર્ટ તૈયાર હોવાથી, અમે અમદાવાદ અને વડોદરાથી કેશોદ સુધીની ફ્લાઈટ્સ ઓપરેટ કરવા માટેની દરખાસ્તો આમંત્રિત કરીને સીમલેસ મુસાફરીના અનુભવો આપવા આતુર છીએ.”
GUJSAIL એ અમદાવાદ અને વડોદરાથી કેશોદ, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભુજ, અંબાજી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ટૂંક સમયમાં સેવા શરૂ કરવાની યોજના માટે ફ્લાઇટ શરૂ કરવા અંગે ખાનગી ઓપરેટરો પાસેથી દરખાસ્તો મંગાવી છે.