આપણું ગુજરાત

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું કરાશે ૪ હજાર કરોડના ખર્ચે નવીનીકરણ : જાણો કેટલી સુવિધાઓથી હશે સજ્જ

અમદાવાદ : ભારતીય રેલવે દ્વારા ગુજરાતનાં રેલ્વે સ્ટેશનોને અત્યાઆધુનિક તેમજ હેરીટેજ લુક આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઈને અંદાજે 4 કરોડનાં ખર્ચે તૈયાર થનાર રેલ્વે સ્ટેશનનું નવીનીકરણની કામગીરી આજથી શરુ કરી દેવામાં આવી છે. જેમાં એક્ઝિટ ગેટ પાસે ઈમારતોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે એક જ સ્થળ પરથી મુસાફરોને રેલવે, મેટ્રો, બુલેટ ટ્રેન તેમજ BRTSની કનેક્ટિવિટી મળશે.

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક સાથે તૈયાર કર્યા બાદ હવે 4 હજાર કરોડના ખર્ચે કાયાપલટ કરવાનો નિર્ણય કરાયો છે. હડસન હાઈલાઈન પાર્ક પરથી ડિઝાઇન તૈયાર કરાઈ છે. નવા સ્ટેશનમાં કોણાર્ક અને અડાલજ વાવ થીમની ડિઝાઇન તૈયાર કરાઈ છે. નવા સ્ટેશનમાં જૂના ટ્રેકની સંખ્યા જાળવી ટ્રેકની સંખ્યા વધારવામાં આવશે. પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂપિયા 2400 કરોડ ફાળવાયા છે. નવા સ્ટેશનમાં કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધીનો વિસ્તાર ડેવલપ કરાશે. જેમાં ગાર્ડન, મોલ સાથે એલિવેશન રોડ બનશે. આધુનિક ટેકનોલોજી સાથે બુકીંગ એરિયા અને રેસ્ટ રૂમ પણ હશે.

હેરિટેજ ઝુલતા મિનારાને યથાવત રાખી 20 એકર વિસ્તારમાં ગ્રીન સ્પેસ રાખી નવો લુક આપવામાં આવશે. વિશાળ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ સાથે મુસાફરો કાલુપુર અને સરસપુર તરફથી એન્ટ્રી લઈ શકશે. કાલુપુર રેલવે સ્ટેશન ઉપર બુલેટ ટ્રેન નીચે જમીનમાં મેટ્રો રેલ અને વચ્ચે પશ્ચિમ રેલવેની ટ્રેનો પસાર થતાં મુસાફરોને રેલવે સ્ટેશનનો એક અલગ અનુભવ થશે.તો ટ્રેનની અવર જવર પર કોઈ અસર ન પડે અને મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધા મળી રહે તે માટે કાલુપુર ખાતે પ્લેટફોર્મ 7,8 અને 9 બંધ કરી ત્યાં પ્રથમ તબક્કામાં કામ શરૂ કરાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button