અમદાવાદના ફ્લાવર શોએ ચીનનો તોડ્યો રેકોર્ડ! "લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર" માટે ગિનીઝ બુકમાં મળ્યું સ્થાન | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

અમદાવાદના ફ્લાવર શોએ ચીનનો તોડ્યો રેકોર્ડ! “લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર” માટે ગિનીઝ બુકમાં મળ્યું સ્થાન

અમદાવાદ: AMC દ્વારા રિવરફ્રન્ટ પર દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે, જેમાં અસંખ્ય કારીગરો દિવસરાત મહેનત કરીને સુંદર ફૂલો વડે ભવ્ય અને આકર્ષક સ્થાપત્યોની સજાવટ કરે છે, ત્યારે આ વખતે પણ ફ્લાવર શોની લાખો લોકોએ મુલાકાત લીધી છે.

એવામાં સમાચાર મળી રહ્યા છે કે “લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર” માટે અમદાવાદને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન મળ્યું છે. જે ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે તે 221 મીટરનું છે, અગાઉ આ રેકોર્ડ ચીનના નામે હતો જે 166 મીટરના સ્ટ્રક્ચર માટે હતો.

આ વખતે કુલ 7 લાખ 60 હજાર મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી, અમદાવાદ મ્યુનિસિપણ કોર્પોરેશનને ફ્લાવર શોના આયોજન થકી તગડી આવક પણ થાય છે. આ વખતના ફ્લાવર શોમાં મીડિયા અહેવાલોની માહિતી મુજબ 11 દિવસમાં કુલ 5 લાખ 73 હજારથી વધુ ટિકિટનું વેચાણ થયું હતું. જેમાંથી AMCને 3 કરોડ 45 લાખ રૂપિયાની આવક થવા પામી હતી.

આ વખતે ફ્લાવર શોમાં અવનવી થીમ પર ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે. G-20, અલગ અલગ પ્રકારના સ્પોર્ટ્સ, ઋષિમુનિ, હનુમાનજી જેવા કુલ 33 સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે.

Back to top button